વૉશિંગ્ટનઃ કોરોના વાઇરસ મહામારીને કારણે લગાવવામાં આવેલા વૈશ્વિક યાત્રી પ્રતિબંધોને લીધે અમેરિકામાં ફસાયેલા હજારો ભારતીયોને નીકાળવા માટે વિશેષ ઉડાનોથી સૈન ફ્રાન્સિસ્કો અને અન્ય શહેરોથી આ અઠવાડિયાથી રવાના થવાની સંભાવનાછે.
અધિકારીઓએ જણાવ્યું કે, જો કે, કોઇ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. વિશેષ વિમાન સૈન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, શિકાગો અને વૉશિંગ્ટન ડીસીથી ઉડાન ભરી શકે છે.
કોરોના વાઇરસ મહામારીને લીધે લાગેલા યાત્રી પ્રતિબંધને લીધે અમેરિકામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને લોકોની મોટી સંખ્યાને ધ્યાને રાખીને આવતા અઠવાડિયામાં ઉડાનની સંખ્યામાં વધારો થઇ શકે છે.
સમૂદાયના નેતાઓએ ભારત સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે, વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની વાપસી માટે વિશેષ ઉડાનથી મદદ કરવામાં આવશે જે સાત મેથી ચરણબદ્ધ તરીકે શરુ થશે.
અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને મહાવાણિજ્ય દૂતાવાસોએ ગત્ત અઠવાડિયે સ્વદેશ પરત ફરવાની યોજના બનાવનારા ભારતીયોની સૂચિ બનાવવાનું શરુ કર્યું હતું. આ નોંધણી ઓનલાઇન નોંધણી દ્વારા બનાવવામાં આવી રહી છે.
આ પ્રયત્નો બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં, જયપુર ફુટ યુએસએના પ્રમુખ પ્રેમ ભંડારીએ કહ્યું કે, મને લાગે છે ત્યાં સુધી આ પહેલીવાર છે જ્યારે ભારત સરકાર તેના નાગરિકોને અમેરિકાથી લાવવા માટે આવા પ્રયત્નો કરશે.'
ભંડારીને ફસાયેલા ભારતીયોનો ફોન આવી રહ્યો હતો અને તેઓ તેમને તેમની સમસ્યાઓ જણાવી રહ્યા હતા. તેમણે ગત્ત અઠવાડિયે વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા અને નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાને એક પત્ર લખીને આ ગંભીર સમસ્યા તરફ પોતાનું ધ્યાન દોર્યું હતું.
આ પત્રમાં તેમણે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એવા છે જેઓ પૈસા પુરા થઇ ચૂક્યા છે. તેમની પાસે રહેવાની જગ્યા નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ અનિશ્ચિતતા તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે.
ભંડારીએ યુ.એસ.ના વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોને પણ પત્ર લખીને માગ કરી છે કે, કોરોના વાઇરસને કારણે સર્જાતા અણધાર્યા સંજોગોને ધ્યાનમાં રાખીને વિઝા સમયગાળા માટેની 455 ડૉલર ફી માફ કરવામાં આવે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણા ભારતીયોએ યુએસમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુનો સંપર્ક સાધ્યો હતો અને તેમની ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે દૂતાવાસ દ્વારા સ્થાપિત હેલ્પલાઈન ઉપર પણ કોલ કરવામાં આવ્યો હતો અને જલ્દીથી ઘરે પાછા ફરવાની માંગ કરી હતી.