ETV Bharat / international

PM Modiએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાતમાં H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો - હિન્દ પ્રશાંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. તે દરમિયાન બંને નેતાઓએ કોરોના, જળવાયુ પરિવર્તન, વેપાર અને હિન્દ પ્રશાંત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

PM Modiએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત દરમિયાન H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો

author img

By

Published : Sep 25, 2021, 1:11 PM IST

Updated : Sep 25, 2021, 2:03 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે કરી મુલાકાત
  • વડાપ્રધાને મુલાકાત દરમિયાન H-1B વિઝાનો પણ મુદ્દો ઉઠાવ્યો
  • અત્યારના દિવસોમાં ભારતના IT પ્રોફેશનલ્સને H1B વિઝા મળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે

વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. તે દરમિયાન બંને નેતાઓએ કોરોના, જળવાયુ પરિવર્તન, વેપાર અને હિન્દ પ્રશાંત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ H-1B વિઝાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, અત્યારના દિવસોમાં ભારતના IT પ્રોફેશનલ્સને H1B વિઝા મળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

જો બાઈડન સાથે મુલાકાત પછી વિદેશ સચિવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાને આ અંગે એ તથ્યનો ઉલ્લેખ કર્યો હતો કે, અમેરિકામાં કામ કરતા અનેક ભારતીય પ્રોફેશનલ્સ સામાજિક સુરક્ષામાં યોગદાન આપે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં તે યોગદાનની વાપસી કંઈક એવી છે કે, જે ભારતીય શ્રમિકોની સંખ્યાને અસર કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે કરી મુલાકાત

શું છે H1B વિઝા?

અમેરિકી કંપનીઓમાં વિદેશી કર્મચારીઓને મળતા વિઝાને H1B વિઝા કહેવાય છે. આ સામાન્ય રીતે તેવા લોકોને મળે છે, જે રોજગારના આધાર પર સ્થાયી નિવાસીનો દરજ્જો મેળવવા માગે છે. આ વિઝાને એક નિશ્ચિત સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે. એટલે કે જો અમેરિકામાં કંપનીઓ કોઈ વિેદશી નાગરિકને નોકરી આપવા માગે છે તો કર્મચારી આ વિઝાના માધ્યમથી કંપનીમાં કામ કરી શકે છે.

H1B વિઝા માટે શું યોગ્યતા હોય છે?

H1B વિઝા માટે તમારી પાસે ઓછામાં ઓછી બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ સાથે જ અમેરિકામાં નોકરી માટે યોગ્ય ડિગ્રી હોવી જોઈએ. તમારી પાસે કામનો અનુભવ પણ હોવો જોઈએ. 12 વર્ષના અનુભવની શરતમાં કેટલીક જોગવાઈની સાથે ઢીલ પણ આપવામાં આવે છે.

વિદેશી વ્યક્તિને જે કામ માટે અમેરિકા બોલાવવામાં આવી રહ્યા છે, તે વ્યક્તિ પાસે વિશેષ ડિગ્રી, યોગ્યતા હોવી જોઈએ. ધ્યાન આપવાની વાત એ છે કે, H1B વિઝા માટે કોઈ વ્યક્તિ અરજી નથી કરી શકતો. ઉલટાનું તે વ્યક્તિ તરફથી કંપનીએ અરજી કરવાની હોય છે.

કેટલા સમય માટે માન્ય ગણાય છે H1B વિઝા?

આ વિઝા શરૂઆતમાં 3 વર્ષ માટે આપવામાં આવે છે, જેને વધારીને 6 વર્ષ કરવામાં આવી શકે છે. H1B વિઝા પત્યા પછી અરજદારોને અમેરિકામાં નાગરિકતા માટે અરજી કરવાની હોય છે. આ માટે અરજદારને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.

જો H1B વિઝા પત્યા પછી ગ્રીન કાર્ડ ન મળવા પર અરજદારને એક સપ્તાહ અમેરિકાથી બહાર રહેવું પડશે અને પછી 1 વર્ષ પછી તેણે ફરીથી H1B વિઝા માટે અરજી કરવી પડશે. H1B વિઝાવાળા અરજદારને માન્યતા પૂર્ણ થતા પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરવી પડશે.

આ પણ વાંચો- બ્રિટિશ સાંસદોએ કાશ્મીર પર રજૂ કર્યો પ્રસ્તાવ, ભારતે કરી આકરી ટીકા

આ પણ વાંચો- સંયુક્ત રાષ્ટ્રમાં આજે મોદીનું સંબોધન, આખા વિશ્વની નજર હશે વડાપ્રધાનના ભાષણ પર

Last Updated : Sep 25, 2021, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.