નવી દિલ્હીઃ ભારત, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રના દેશો, જે વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદકોમાં સામેલ છે, તેઓએ કોવિડ -19 રોગચાળો દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) કહી છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ આ ક્ષેત્રના રસી ઉત્પાદકો અને રાષ્ટ્રીય નિયમનકારી અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં કોવિડ -19 રસી બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
ડબલ્યુએચઓની દક્ષિણ-પુર્વ એશિયાના ક્ષેત્રિય નિદેશક ડૉ, પુનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે, 'આપણા ક્ષેત્રમાં વર્તમાન ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક સ્તરે કોવિડ -19 રસી ઉત્પન્ન કરવા અને તેને રોલ-આઉટ કરવા માટે જરૂરી ગુણવત્તા અને ધોરણની છે. આ ક્ષેત્ર એક રસી ઉત્પાદક પાવરહાઉસ છે અને હવે આ રોગચાળાને પહોંચી વળવા પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ.'
ભારત, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડના અગ્રણી ઉત્પાદકોએ બેઠકમાં સમય અને ઉત્પાદન ક્ષમતા અંગે ચર્ચા કરી હતી, જ્યારે નિયમનકારી સંસ્થાઓએ કોવિડ -19 રસીઓને વહેલી તકે પૂરી પાડવા જરૂરી કાર્યવાહીમાં જરૂરી ગોઠવણો અંગે ચર્ચા કરી હતી.
ડબ્લ્યુએચઓ અનુસાર, કોવિડ -19 રસીનો મોટા પાયે ઉપયોગ કરી શકાય તે પહેલાં તેના ઘણા તબક્કામાં પુરા કરવા પડશે.
સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ક્ષેત્રમાં રસી વિકાસ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમનું મેપિંગ કરવાથી વૈશ્વિક હિસ્સેદારો સાથે સંકલન કરવામાં મદદ મળશે, અને કોવિડ -19 રસી પહોંચાડવાની યોજના બનાવી રહેલા દેશોને મદદ મળશે."