હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં 37 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ વાયરસથી 7.85 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે.
31 માર્ચ મંગળવાર સવાર સુધીમાં સુધી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 37,815 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 7,85,777 લોકોમાં કોરોના ઝપેટમાં આવ્યા છે. આંકડાઓ (ભારતીય સમય મુજબ) વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી ચેપાયેલા 1.65 લાખથી વધુ લોકો આખા વિશ્વમાં સ્વસ્થ બન્યા છે.
આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, વિશ્વભરના 202 દેશો / પ્રદેશો કોરોના વાયરસથી પ્રભાવિત છે.