વોશિંગ્ટન: પોલીસ કસ્ટડીમાં હત્યા કરાયેલા નાગરિક જ્યોર્જ ફ્લોયડની યાદમાં ઉત્તર કેરોલિનાના રાયફોર્ડમાં એક કાર્યક્રમ યોજાયો હતો. બેપ્ટિસ્ટ ચર્ચમાં યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા.
લોકોએ આ સમયે જ્યોર્જની યાદમાં ગીત ગાયું હતું અને તેની આત્મની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ એક પોલીસ અધિકારી ડેરેક ચૌવિનએ 46 વર્ષીય ફ્લોઇડનું ગળું ઘૂંટણથી દબાવતા તેનું મોત થયું હતું. ત્યારબાદ દેશભરમાં રંગભેદને લઈને હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. જેના પગલે શુક્રવારે પોલીસ અધિકારીની ત્રીજી ડિગ્રી અને હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.