ETV Bharat / international

Joe Biden Warned Vladimir Putin: જો બિડેને પુતિનને આપી ચેતવણી, કહ્યું રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા જવાબ આપશે - જો બિડેન અને પુતિન વચ્ચે વાતચીત

યુક્રેનને લઈને તણાવ વચ્ચે ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન (Conversation Between Biden and Putin) વચ્ચે 50 મિનિટની ફોન પર વાતચીત થઈ હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર જો બિડેને સ્પષ્ટ કર્યું હતું કે, જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો અમેરિકા અને તેના સહયોગી દેશો નિર્ણાયક (Joe Biden Warned Vladimir Putin) જવાબ આપશે. વ્હાઇટ હાઉસે (White House Share Information) આખી વાતચીત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ શું કહ્યું તેની માહિતી આપી નથી.

JOE BIDEN WARNED VLADIMIR PUTIN
JOE BIDEN WARNED VLADIMIR PUTIN
author img

By

Published : Dec 31, 2021, 11:02 AM IST

વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર યુક્રેન નજીક રશિયન દળોના વધતા દખલ પર ચર્ચા (Conversation Between Biden and Putin) કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકી (White House Press Secretary Jane Sackie) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર બન્ને દેશોના વડાઓ વચ્ચે 50 મિનિટ (50 Minute Conversation) સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન (Joe Biden Warned Vladimir Putin) સાથે તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. જો બિડેને સ્પષ્ટ કર્યું કે, જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો વોશિંગ્ટન તેના સાથી અને સહયોગી દેશ નિર્ણાયક જવાબ આપશે.''

10 જાન્યુઆરીએ જીનીવામાં વરિષ્ઠ અમેરિકન અને રશિયન અધિકારીઓ વચ્ચે વાતચીત થશે

જેન સાકીએ કહ્યું કે, રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે રાષ્ટ્રપતિ બિડેનની વાતચીત (Conversation Between Biden and Putin) યુએસ સમય અનુસાર બપોરે 3:35 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4:25 વાગ્યે સમાપ્ત થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ પુનરોચ્ચાર કર્યો કે વાટાઘાટો માત્ર ડી-એસ્કેલેશનના વાતાવરણમાં જ આગળ વધી શકે છે. આ દરમિયાન તેઓ બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવા માટે પણ સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરીએ જીનીવામાં વરિષ્ઠ અમેરિકન અને રશિયન અધિકારીઓ વચ્ચે વાતચીત થવાની છે.

રશિયા અને અમેરિકાના વડાઓએ એક મહિનામાં બીજી વખત વાતચીત કરી

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં વધી રહેલા તણાવ (Rising Tensions in Ukraine) વચ્ચે રશિયા અને અમેરિકાના વડાઓએ એક મહિનામાં બીજી વખત વાતચીત કરી છે. આ પહેલા બન્ને નેતાઓએ (Joe Biden and Vladimir Putin) 7 ડિસેમ્બરે વીડિયો કોલ પર વાત કરી હતી. તે બેઠક દરમિયાન બન્ને નેતાઓ યુક્રેન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને રાજદૂતોની નિમણૂક કરવા માટે સંમત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ યુક્રેનની સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. યુએસ યુક્રેનની સરહદ પર તેની મોટી સૈન્ય હાજરી ઘટાડવા માટે રશિયા પર દબાણ કરી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને ડર છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. યુક્રેન ભૂતપૂર્વ સોવિયત સંઘનો ભાગ છે. રશિયા યુક્રેન સહિત ભૂતપૂર્વ સોવિયેત સંઘના દેશોને નાટો (North Atlantic Treaty Organization)માં સામેલ કરવા ઈચ્છતું નથી. તે નાટોના વિસ્તરણ અંગે યુએસ પાસેથી નક્કર ખાતરી ઇચ્છે છે. રશિયાની ચિંતા એ છે કે જો યુક્રેન અને નાટોના પશ્ચિમી દેશો વચ્ચે સંબંધો મજબૂત થશે તો તે તેના માટે મોટો ખતરો બની રહેશે.

આ પણ વાંચો: Karnataka Urban Local Body Polls: કર્ણાટકમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને આંચકો, 501 બેઠકો જીતીને કોંગ્રેસે હાર આપી

આ પણ વાંચો: Karnataka Local Elections : કોંગ્રેસ, ભાજપ બંને પક્ષે જીતનો દાવો કર્યો વ્યક્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.