- કાબુલ એરપોર્ટની બહાર ગુરૂવારે થયો આત્મઘાતી હુમલો
- આ હુમલા પાછળ ISISનો હાથ હોવાનો અમેરિકી અધિકારીનો દાવો
- ISIS તાલિબાનથી પણ વધુ કટ્ટરવાદી છેઃ અમેરિકી અધિકારી
વોશિંગ્ટનઃ એક તરફ અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. લોકો પોતાના ઘરે પરત ફરવા માટે વલખાં મારી રહ્યા છે. તેવામાં ગુરૂવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. તો આ અંગે એક અમેરિકી અધિકારીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કાબુલ એરપોર્ટની બહાર થયેલા આત્મઘાતી હુમલા પાછળ નિશ્ચિત રૂપથી ઈસ્લામિક સ્ટેટ સમૂહનો હાથ છે, જે તાલિબાનથી પણ વધુ કટ્ટરવાદી છે.
આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ હુમલામાં 12 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી
2 આત્મઘાતી હુમલાખોરોએ એરપોર્ટને હચમચાવી નાખ્યું
આ અધિકારીનું કહેવું છે કે, ગુરૂવારે થયેલા હુમલામાં અમેરિકી સેનાના કેટલાક સૈનિકો ઈજાગ્રસ્ત થાય છે. આ હુમલામાં 2 આત્મઘાતી હુમલાખોર (suicide bombers) અને બંદૂકધારી આતંકવાદીઓ સામેલ હતા. અધિકારીએ નામ ન છાપવાની શરતથી આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટ સમૂહ તાલિબાનથી પણ વધુ કટ્ટરવાદી છે અને તેમણે નાગરિકોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી લોકોને ભાગવામાં મદદ કરવા માટે કાબુલ એરપોર્ટ પર એરલિફ્ટ કરવા માટે ફ્લાઈટ્સ ચાલુ છે.
આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ પર ભયાનક વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકોના મોતની આશંકા
નાટોના પ્રમુખે હુમલાની ટીકા કરી
નાટોના પ્રમુખે કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલાની ટીકે એક ભયાનક આતંકવાદી હુમલા તરીકે કરી છે. નાટો પ્રમુખ જેન્સ સ્ટોલનટેનબર્ગે (Jens Stoltenberg) બ્લાસ્ટ પછી ટ્વિટ કરી કહ્યું હતું કે, હું કાબુલ એરપોર્ટની બહાર થયેલા આતંકી હુમલાની ટીકા કરું છું. મારી સંવેદનાઓ તે તમામ અસરગ્રસ્તો અને તેમના પ્રિયજનો સાથે છે. અમારી પ્રાથમિકતા વધુને વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાની છે.
પશ્ચિમી દેશોએ એરપોર્ટ વર સંભવિત હુમલાની ચેતવણી આપી હતી
રશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા પશ્ચિમી દશોએ મોટા પાયા પર એરલિફ્ટ દરમિયાન એરપોર્ટ પર સંભવિત હુમલાની ચેતવણી પણ આપી હતી.