હ્યુઝસ્ટન: મૂળ ભારતીય અને અમેરિકા સ્થિત અમૃતસિંહે અમેરિકાના ટેક્સાસની હેરિસ કાઉંટીમાં નાયબ કોન્સ્ટેબલ બની એક ઇતિહાસ રચ્યો છે. કારણ કે, અમૃતસિંહ અમેરિકાના એવા પ્રથમ પાધડી પહેરનારા અધિકારી હશે. જે ફરજ દરમિયાન પોતાના ધાર્મિક ચિહ્વો જેવા કે પાધડી, દાઢી અને લાંબા વાળ રાખી શકશે.
સિંહ માટે મંગળવારનો દિવસ એટલા માટે ઐતિહાસિક રહેશે કારણ કે, નવા નીતિ-નિયમોની અમલવારી થતાની સાથે જ સિંહને ધાર્મિક ચિહ્વો પહેરવાની પરવાનગી મળી જશે.
નવા નિયમો અનુસાર, હેરિસ કાઉંટીમાં લગભગ બધા જ કોન્સ્ટેબલ અને અધિકારીઓ પોતાના ધાર્મિક ચિહ્નો ધારણ કરી શકશે. એટલે કે શીખ ફરજ દરમિયાન પાધડી અને દાઢી રાખી શકશે.