- વિશ્વના સૌથી મોટા રેમિટન્સ પ્રાપ્ત કરતુ ભારત
- ભારતને 2021માં $87 બિલિયનથી વધુ રેમિટન્સ પ્રાપ્ત
- 20 ટકાથી વધુ રેમિટન્સ યુએસથી ભારત મોકલવામાં આવ્યું
વોશિંગ્ટન: વિશ્વના સૌથી મોટા રેમિટન્સ મેળવનાર ભારતને (INDIA REMITTANCES) 2021માં $87 બિલિયનથી વધુનું રેમિટન્સ (87 DOLLARS BILLION IN REMITTANCES) પ્રાપ્ત થયું છે, જેમાંથી 20 ટકાથી વધુ રેમિટન્સ યુએસથી મોકલવામાં આવ્યું છે, જે વર્લ્ડ બેંકના (WORLD BANK) જણાવ્યા અનુસાર, મોટાભાગની રકમ અમેરિકાથી (AMERICA) ભારત મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો: અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?
2022માં ભારતમાં રેમિટન્સ $89.6 બિલિયન થયાનો અંદાજ
વોશિંગ્ટન સ્થિત વર્લ્ડ બેંકે બુધવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું કે, ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપાઈન્સ અને ઈજિપ્તનો નંબર આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે 2022માં ભારતમાં રેમિટન્સ ત્રણ ટકા વધીને $89.6 બિલિયન થવાનો અંદાજ છે, કારણ કે અરબ દેશમાંથી મોટા ભાગના લોકો પરત આવવાની રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો: UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતનો પાકને વળતો જવાબ
ભારતનો નાણા પ્રવાહ $87 બિલિયન થવાની ધારણા
વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "વિશ્વના સૌથી મોટા રેમિટન્સ પ્રાપ્ત કરતા ભારત નાણા પ્રવાહમાં 4.6 ટકાની વૃદ્ધિ સાથે $87 બિલિયન થવાની ધારણા છે." વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રેમિટન્સ 7.3 ટકા વધીને 2021માં $589 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ અગાઉના અંદાજ કરતા વધુ છે. 2020માં વિદેશમાંથી ભારતમાં $83 બિલિયનથી વધુ રકમ મોકલવામાં આવી હતી.