ETV Bharat / international

ટોની ફૌસી, જાહેર આરોગ્યનો હીરો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ COVID-19 મહામારીના વિષયમાં પત્રકાર પરિષદ કરે છે, ત્યારે તેમની સાથે એક પાતળીયો માણસ હાજર હોય છે. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પ આદત પ્રમાણે ઉતાવળે નિવેદન પણ કરી નાખતા હોય છે, ત્યારે તેઓ આગળ આવીને તેમાં સુધારો પણ કરાવતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પ તેમને નિવેદનમાં રાજીખુશીથી સુધારો કરવા દે છે. તેમનું નામ છે એન્થની ફૌસી, જેમની વાત ટ્રમ્પ જેવા અકડું નેતા પણ માને છે. તેના કારણે હવે લોકો ટ્રમ્પ કરતાંય કોરોના વાયરસની બાબતમાં ફૌસીએ આપેલી માહિતી પર વધારે વિશ્વાસ રાખે છે.

toni
ટોની ફૌસી
author img

By

Published : Apr 7, 2020, 8:52 PM IST

ન્યૂઝડેસ્ક : ડૉ. એન્થની સ્ટિફન ફૌસી ઇમ્યુનોલૉજિસ્ટ છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ (NIAID)ના ડિરેક્ટર છે. રોનાલ્ડ રેગનથી શરૂ કરીને ટ્રમ્પ સુધી અમેરિકાના છ પ્રમુખો સાથે કામ કરવાનો તેઓ લાંબો અનુભવ ધરાવે છે. છેલ્લા 30 વર્ષોથી અમેરિકામાં દરેક પ્રકારની આરોગ્યની સંકટની સ્થિતિમાં ફૌસી અગ્રભૂમિકા ભજવતા આવ્યા છે. તેઓ HIV, SARS, Ebola, MERS રોગચાળામાં અને 2001માં બાયોટેરરિઝમના બનાવો બન્યા ત્યારે પણ સક્રિય ભૂમિકામાં હતા. AIDS વ્યાપક રીતે ફેલાવો લાગ્યો ત્યારે 1984માં તેમણે જ અમેરિકાની HIV સામેની નીતિ નક્કી કરી હતી અને તે માટેના સંશોધનની દિશા નક્કી કરી હતી.

2014માં સિએરા લિઓનમાં અમેરિકાની એક નર્સને ઇબોલાનો ચેપ લાગ્યો હતો. તેના કારણે ભય પેદા થયો હતો અને ડૉક્ટર્સ પણ નર્સની નજીક જતા ડરવા લાગ્યા હતા. તે વખતે 74 વર્ષના ફૌસીએ પ્રોટેક્ટિવ ગિયર પહેરીને નર્સની સારવાર કરી હતી. બે અઠવાડિયા સુધી દરરોજ બે કલાક સુધી તેઓ નર્સની સારવાર અને દેખરેખ રાખતા રહ્યા હતા.

નર્સ ઇબોલાના ચેપમાંથી મુક્ત થઈ ગયા તે પછી તેઓ ટીવી કેમેરાની સામે તેમને ભેટી પડ્યા હતા. તેમણે જાહેર જનતાને દર્શાવ્યું હતું કે ઇબોલાથી હવે ડરવાની જરૂર નથી. ફૌસીની સલાહ મુજબ જ ઇબોલા વાયરસના દર્દીઓની સારવાર લિક્વિડ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી કરવામાં આવી હતી.

ઇબોલા રોગચાળાનો આ રીતે સામનો કર્યા પછી છ વર્ષ બાદ ફૌસી ફરી એક વાર વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સમાં સામેલ થયા છે. આ વખતે તેઓ COVID-19 મહામારીનો સામનો કરવા તૈયાર થયા છે. તેમણે સંસદમાં બહુ હિંમત સાથે ટીકા કરી હતી કે સરકાર પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે.

ફૌસીના અંદાજ અનુસાર COVID-19 બીમારીને કારણે 1,00,000 સુધીના મોત થઈ શકે છે અને તે અંદાજ ટ્રમ્પ પણ માની રહ્યા છે. ટ્રમ્પે બહુ ઉત્સાહથી પત્રકાર પરિષદમાં જ જાહેરાત કરી દીધી હતી કે મેલેરિયા વિરોધી દવા કોરોના nCoV ચેપની સારવારમાં ઉપયોગી થશે. જોકે ફૌસીએ તરત જ તે નિવેદનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આવું કહેવા માટે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. આવા છે ફૌસી!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.