હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 21 ઓગ્સ્ટના સવારે 10 કલાક સુધીમાં 7,97,105 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,28,60,184 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.
![કોરોના કહેર, દુનિયાભરમાં 7.97 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8498805_wefwe.jpg)
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,55,19,327થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 65,47,356 થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 61,848થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યા છે.