હૈદરાબાદ: કોરોના વાઇરસ મહામારી દ્વારા સમગ્ર વિશ્વમાં 2,22,94,596 થી વધુ લોકો સંક્રમિત થયા છે તેમજ 7,83,430 લોકો મોતને ભેટ્યા છે, તો બીજી બાજુ 1,50,37,176 લોકો સારવાર વડે સ્વસ્થ પણ થયા છે. સમગ્ર વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ કહેર મચાવતા 56, 00, 000થી વધુ સંક્રમિતો અને 1,70,000 મોત થયા છે, જ્યારે દ્વીતિય સ્થાને રહેલા બ્રાઝિલમાં 34,00,000 કોરોના કેસ તેમજ 1,10,000 મોત નોંધાયા છે. ભારતમાં હાલમાં 27 00, 000થી વધુ કોરોના કેસ નોંધાયા છે.
જે દેશોમાં 4 લાખથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. તેમાં રશિયા મોખરે છે. તેના પછી દક્ષિણ આફ્રિકા, પેરૂ, મેક્સિકો, કોલંબિયા જેવા દેશો છે. જે દેશોમાં 30,000થી વધુ મોત થયા છે, તેમાં મેક્સિકો, ભારત, બ્રિટન, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશો સમાવિષ્ટ છે. આ તમામ દેશોમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અનેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.