અમેરિકી અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ અને જેસિકા મીરે એક સાથે 'સ્પેસવૉક' કરીને ઈતિહાસ રચી દીધો છે. અડધી સદીમાં અંદાજીત 450 'સ્પેસવૉક'માં આવું પ્રથમ વખત જોવા મળ્યું છે, જેમાં માત્ર બે મહિલાઓ અંતરિક્ષમાં લટાર મારી રહી હતી અને તેમની સાથે કોઈ પુરૂષ યાત્રી ન હતું.
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર(iss)ના એનર્જી કંટ્રોલરને બદલવા માટે બન્ને મહિલા અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે 11:38 મિનીટે સ્પેસ ક્રાફ્ટની બહાર નીકળી હતી. અંતરીક્ષ યાનના કમ્યુનિકેટર સ્ટીફન વિલ્સને કહ્યું, ક્રિસ્ટીના તમે એરલોકને હટાવી શકો છો.
બન્ને મહિલા અંતરીક્ષ યાત્રીએ મિશનની શરૂઆત પોતાના અંતરિક્ષ સૂટ અને સુરક્ષા રસ્સીની તપાસ કરીને કરી હતી.
મિશનથી થોડી મિનીટ પહેલાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સંચાલક જિમ બ્રિડેસ્ટીને પત્રકારો સામે આ મિશનના સાંકેતિક મહત્વને રાખ્યું.
જિમે કહ્યું, અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અંતરિક્ષ તમામ લોકો માટે ઉપલબ્ધ છે તથા તે વિકાસ ક્રમમાં આ એક અન્ય સીમાચિહ્નરૂપ છે.
તેમણે કહ્યું, મારી 11 વર્ષની દિકરી છે, હું તેને એટલી જ તક મેળવતા જોવા માગુ છું જેટલી મને મળી હતી.
બન્ને યાત્રી અંતરિક્ષ કેન્દ્રની ખરાબ થઇ ચૂકેલી બેટરી ચાર્જ અને ડિસ્ચાર્જ યૂનિટને બદલવા માટે સ્પેસવૉક કરી રહી છે જેને બીસીડીયૂ એકમ પણ કહે છે.
અંતરિક્ષમાં કેન્દ્ર સૌર ઉર્જા પર નિર્ભર છે. પરંતુ, કક્ષામાં જ્યાં સૂર્યનો પ્રકાશ સીધો નથી પડતો ત્યાં બેટરીની જરૂર પડે છે અને બીસીડીયૂ ચાર્જની માત્રાને નિયંત્રીત કરે છે.
હાલના સમારકામની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આ જૂના થયેલા નિકલ હાઈડ્રોજન બેટરીને ઉચ્ચ ક્ષમતાની લિથિયમ આયન બેટરી સાથે બદલવાનું વૃહદ મિશનનો ભાગ છે.
અમેરિકાએ 1983માં પોતાની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીને મોકલી હતી. તે સમયે સૈલી રાઈડ સાતમાં સ્પેસ શટલ મિશન હેઠળ અંતરિક્ષમાં ગઈ હતી અને હવે કોઈ પણ દેશની સરખામણીમાં અમેરિકાએ સૌથી વધુ મહિલાઓને અંતરિક્ષમાં મોકલી છે.
જોકે, પ્રથમ અંતરિક્ષ યાત્રી સોવિયત સંધની વેલેંટીના તેરેશ્કોવા છે, જેમણે 1963માં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.