ETV Bharat / international

અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારી, બેના મોત, એક પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત

author img

By

Published : Apr 6, 2021, 8:03 AM IST

Updated : Apr 6, 2021, 2:24 PM IST

અમેરિકાના ઓક્લાહોમામાં ફાયરિંગની ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા. જ્યારે એક પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત થયો હતો.

પોલીસ અધિકારી
પોલીસ અધિકારી

  • એક વ્યક્તિ દ્વારા અતિશય માદક પદાર્થનું સેવન કર્યું હતું
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
  • ત્યાં અન્ય વ્યક્તિએ બંદૂક ચલાવીને તે પોલીસકર્મીની હત્યા કરી

ન્યુયોર્ક : અમેરિકાના ઓક્લાહોમામાં રવિવારે રાત્રે પોલીસને એક જાણકારી મળી હતી. કોઈ એક વ્યક્તિ દ્વારા અતિશય માદક પદાર્થનું સેવન કર્યું હતું. ત્યારે તેની મદદ માટે એક પોલીસ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં અન્ય વ્યક્તિએ બંદૂક ચલાવીને તે પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી.

ઓક્લાહોમા શહેરથી 50 માઇલ દૂર દક્ષિણ-પશ્ચિમ ઇનાડાર્કોમાં થઇ

અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી હતી. ગોળીમારીની આ ઘટના રાતના એક વાગ્યા પહેલા ઓક્લાહોમા શહેરથી 50 માઇલ દૂર દક્ષિણ-પશ્ચિમ ઇનાડાર્કોમાં પહેલા થઇ હતી.

આ પણ વાંચો : અમેરિકાની સ્કૂલમાં વિદ્યાર્થીએ પોતાના ક્લાસમેટને ગોળી મારી

ઇનાડાર્કો પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત હોવાની જણ કરાઇ

ઓક્લાહોમા સ્ટેટ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનની વતી જણાવ્યું કે, ઇનાડાર્કો પોલીસ એક વ્યક્તિની મદદ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેને ખૂબ જ માદક દ્રવ્યનુંં સેવન કરી લીધું હતું. આ સમય દરમિયાન, 25 વર્ષિય સિલાસ લેમ્બર્ટ નામના વ્યક્તિએ બંદૂક કાઢી હતી. આ પછી, ફાયરિંગ શરૂ થયું, જેમાં એક ઇનાડાર્કો પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમેરિકાઃ ચર્ચની બહાર ફાયરિંગ કરનાર શ્ખ્સને પોલીસે કર્યો ઠાર

માદક પદાર્થનું સેવન કરનાર વ્યક્તિનું પણ સ્થળ પર જ મૃત્યુ

લેમ્બર્ટને પણ ગોળી વાગી હતી. તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, માદક પદાર્થનું સેવન કરનાર વ્યક્તિનું પણ સ્થળ પર જ મૃત્યુ થયું હતુ. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

Last Updated : Apr 6, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.