ETV Bharat / international

કોરોના વાઈરસને રોકવામાં નિષ્ફળ ચીન 184 દેશોને નરક તરફ દોરી ગયું : ટ્રમ્પ - corona virus

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કોરોના વાઈરસ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાઈરસને ચીનમાં રોકવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. જે કારણે વિશ્વના 184 દેશો નરકમાંથી પસાર થઈ રહ્યા છે.

coronavirus
કોરોના વાઈરસ
author img

By

Published : Apr 29, 2020, 3:40 PM IST

વોશિંગટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કાબૂમાં કરવામાં નિષ્ફળતા માટે ચીન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેના કારણે 184 દેશો નરકમાંથી પસાર થઈ રહ્યા છે. જેથી ઘણા અમેરિકન ધારાસભ્યોએ ઉત્પાદન અને ખનિજો માટે બેઈજિંગ પરની પરાધીનતા ઘટાડવાના પગલાની માંગ કરી છે.

ટ્રમ્પ જાહેરમાં કોરોના વાઈરસના વૈશ્વિક ફેલાવા માટે ચીન પર દોષારોપણ કરી રહ્યા છે. તેની સામે તપાસ પણ આદરી છે. ટ્રમ્પે સંકેત પણ આપ્યા છે કે, જર્મની દ્વારા બીમારીથી રોગચાળા માટે 140 અબજ ડોલરની માંગ કરવામાં આવી રહી છે. યુ.એસ. ચીન તરફથી થયેલા નુકસાનમાં ધ્યાન આપે તેવી શક્યતા છે.

યુ.એસ., યુકે અને જર્મનીના નેતાઓનું માનવું છે કે, જો ચીને તેના પ્રારંભિક તબક્કામાં કોરોના વાઈરસ વિશેની માહિતી શેર કરી હોત તો વૈશ્વિક અર્થવ્યવસ્થાના મૃત્યુ અને વિનાશને ટાળી શકાયો હોત.

ટ્રમ્પે મંગળવારે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું કે, કોરોના વાઈરસ 184 દેશોમાં છે, તમે મને વારંવાર કહેતા સાંભળો છો. તે માનવું મુશ્કેલ છે. તે અકલ્પ્ય છે. કોરોના વાઈરસ જ્યાથી ફેલાયો ત્યાજ અટકી જવો જોઈતો હતો. જે અટકાવવામાં આવ્યો ન હતો જે કારણે હવે 184 દેશો નરકમાંથી પસાર થઈ રહ્યા છે.

નવેમ્બરના મધ્યમાં ચીનના વુહાન શહેરમાં ઉત્પન્ન થયેલા કોરોના વાઈરસથી 2 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. વૈશ્વિક સ્તરે ત્રણ મિલિયનથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંની સૌથી મોટી સંખ્યા યુ.એસ.માં છે. લગભગ 59000થી વધુ લોકોના મૃત્યુ થયા છે, તેમજ એક મિલિયનથી વધુ લોકો કોરોના ચેપગ્રસ્ત છે.

યુ.એસ.માં મોટા પ્રમાણમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસના કારણે ટ્રમ્પને અમેરિકન ધારાસભ્યોએ બેઈજિંગ પર યુ.એસ.ની અવલંબન ઘટાડવા દબાણ વધાર્યું છે. અને તેઓએ ચીન પાસેથી વળતરની મેળવવા પણ માંગ કરી છે.

સેનેટર ટેડ ક્રુઝ અને તેના સાથીઓએ સંરક્ષણ સચિવ માર્ક એસ્પર અને ગૃહ સચિવ ડેવિડ બર્નહાર્ટને ખનિજો માટે સંપૂર્ણ સ્થાનિક પુરવઠાના વિકાસને સમર્થન આપવા વિનંતી કરી છે. સંરક્ષણ તકનીકોના નિર્માણ માટે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

મહત્વપૂર્ણ દુર્લભ ખનીજો માટે ચીન પર નિર્ભરતા રાખવી યુ.એસ.ના ઔદ્યોગિક ઉત્પાદન અને સંરક્ષણ માટે ખતરોરૂપ છે. ઓક્ટોબર 2018ના સંરક્ષણ ઔદ્યોગિક આધાર અહેવાલમાં જણાવાયું છે કે, ચીન યુ.એસ.ની રાષ્ટ્રીય સુરક્ષા માટે વ્યૂહાત્મક અને નિર્ણાયક ગણાતી સામગ્રીની સપ્લાયમાં નોંધપાત્ર જોખમને રજૂ કરે છે. યુરોપમાં સ્થાનિક રીતે પ્રાપ્ત થતી દુર્લભ ખનીજોની સપ્લાયની ખાતરી આપવી તે વિક્ષેપોને પહોંચાડવા માટે આપણી નબળાઈને ઘટાડશે. જે આપણી સેના શક્તિને ગંભીર જોખમ આપે છે. યુ.એસ. સરકારના ક્રિટિકલ મિનરલ્સ સૂચિ પર 13 અન્ય ધાતુઓ અને ખનિજો અને વધારાના 10 ખનિજો માટે 75 ટકાથી વધુ આયાત પર નિર્ભર છે.

કોંગ્રેસના બ્રાયન માસ્ટે મંગળવારે, કોરોના વાઈરસના કપટ માટે ચીનને જવાબદાર ઠેરવવા માટે કાયદો રજૂ કર્યો હતો. આ ઠરાવથી કોવિડ-19 સામે યુ.એસ. દ્વારા કરવામાં આવેલા ખર્ચના સમાન ચીનને દેવા પર ચૂકવણી અટકાવવા સશક્ત બનાવશે.

ચીનની પારદર્શિતાનો અભાવ અને કોરોના વાઈરસ ફાટી નીકળવાને કારણે હજારો લોકોના જીવન, લાખો નોકરીઓ અને આર્થિક નુકસાન થયું છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે, કોરોના વાઈરસના કવર-અપ ખર્ચ માટે ચીને જવાબદાર ગણાવી ખર્ચાયેલા નાણા ચૂકવવા દબાણ કરવું પડશે.

સેનેટ વિદેશી સંબંધ સમિતિના સભ્ય ક્રુઝે સ્ટુડિયો તેમની ફિલ્મોને ચીનમાં સ્ક્રીનિંગ કરવા માટે સેન્સર કરશે, તો હોલીવુડના સ્ટુડિયોને સંરક્ષણ વિભાગ તરફથી મળેલી સહાય પર કાપ મુકવાનો કાયદો રજૂ કરવાનો ઈરાદો જાહેર કર્યો છે.

સેન ક્રૂઝનો આ કાયદો અમેરિકનો જે જુએ છે, અને સાંભળે છે, તેના પર ચીનના વધતા પ્રભાવ સામે લડવા માટેના વ્યાપક દબાણનો એક ભાગ છે, જેમાં ઉચ્ચ શિક્ષણ, રમતગમત, ફિલ્મો, રેડિયો પ્રસારણો અને વધુમાં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા માહિતી લડાઈને લક્ષ્યાંકિત કરનારા કાયદા પણ શામેલ છે.

કોંગ્રેસના ભારતીય-અમેરિકન સભ્ય અમી બેરા અને કોંગ્રેસના સભ્યો ટેડ એસ યોહો, ગૃહ વિદેશી બાબતો સમિતિના બંને સભ્યો, કોવિડ-19 રોગચાળા દરમિયાન યુ.એસ.ના વૈશ્વિક નેતૃત્વના મહત્વને પ્રકાશિત કરવા દ્વિપક્ષી વર્ચુઅલ વિશેષ આદેશનું નેતૃત્વ કરશે. વૈશ્વિક સ્વાસ્થ્યમાં અગ્રણી તરીકે આપણું સ્થાન ત્યાગ કરીએ, તો બીજો દેશ લગામ લેવા આતુર છે.

યોહને જણાવ્યું હતું કે, ચીનની તાજેતરની કોરોના વાઈરસ પરાજિતતા એ પૂરતા પુરાવા હોવા જોઈએ કે, ચીનનું સામ્યવાદી શાસન જવાબદારી, પારદર્શિતા અથવા વ્યવહારિકતા, વ્યાપક રોગો સામે લડતી વખતે આવશ્યક લક્ષણો સાથે દોરવા માટે વિશ્વસનીય નથી.

ડબલ્યુએચઓ દ્વારા કોરોના વાઈરસ પ્રત્યેના વિનાશક પ્રારંભિક પ્રતિસાદ સિવાય બીજું ન જોશો, જે સ્પષ્ટપણે બેઈજિંગ દ્વારા પ્રભાવિત હતો. માહિતી ધીમી ગતિએ ચાલતી હતી, તાઈવાન જેવા દેશોની ચેતવણીઓને નિર્ણાયક વળાંક પર અવગણવામાં આવી હતી. અને બહારના આરોગ્ય નિષ્ણાતો સાથેના સહકારને છેક સુધી મંજૂરી આપવામાં આવી ન હતી. અને તેના પરિણામે વિશ્વમાં સદીની સૌથી મોટી જાહેર આરોગ્ય આફતમાં પરિણમી છે. આ વાતને ધ્યાનમાં રાખીએ તો કેવી રીતે ચીન વૈશ્વિક આરોગ્ય નેતા તરીકે કામ કરી શકે છે.

સેનેટર માર્કો રુબિઓએ આરોપ લગાવ્યો હતો કે, લોકો કોરોના વાઈરસ વિશે વાત કરતા હતા તેમને ચૂપ કરવાને બદલે જો ચીને કાર્યવાહી કરી હોત તો ચોક્કસ કોરોના વાઈરસના ફેલાવાને મર્યાદિત કરી શક્યા હોત. તેમાં કોઈ શંકા નથી કે, ચીન તરફથી આ નિર્ણય ઈરાદાપૂર્વક લેવામાં આવ્યો હતો. આ રોગચાળા પછી વધુને વધુ દેશો તેમની આરોગ્ય સંભાળ અને ઉત્પાદન ક્ષમતા અને અન્ય ઉદ્યોગોને પ્રાથમિકતા આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.