ETV Bharat / international

અમેરિકાનો ચૂંટણી જંગ 2020: ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ - અમેરિકા ચૂંટણી

અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સામે ચૂંટણીમાં ઉતરેલા ડેમોક્રેટ જો બાઇડન વચ્ચે સૌપ્રથમ ડિબેટ મંગળવારે યોજાઈ, જે ખરાખરીના જંગનો અણસાર આપનારી રહી. ત્રીજી નવેમ્બરે યોજાનારી ચૂંટણીના અત્યાર સુધીના પ્રચારમાં બાઇડનનું પલડું ભારે રહેલું જણાય છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 30, 2020, 9:15 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સામે ચૂંટણીમાં ઉતરેલા ડેમોક્રેટ જો બાઇડન વચ્ચે સૌપ્રથમ ડિબેટ મંગળવારે યોજાઈ, જે ખરાખરીના જંગનો અણસાર આપનારી રહી. ત્રીજી નવેમ્બરે યોજાનારી ચૂંટણીના અત્યાર સુધીના પ્રચારમાં બાઇડનનું પલડું ભારે રહેલું જણાય છે. હાલના વર્ષોમાં ડિબેટમાં કેવો દેખાવ થયો તેની અસર પરિણામો પર બહુ પડી નથી, પરંતુ અમેરિકાની પ્રથા પ્રમાણે યોજાનારી ડિબેટમાં બે વ્યક્તિત્વના વિરોધાભાસો બહુ પ્રબળપણે વ્યક્ત થયા એટલે સૌને રસ પડ્યો હતો.

ક્લિવલેન્ડમાં (અમેરિકાના સમય પ્રમાણે) મંગળવારે રાત્રે બંને વચ્ચે યોજાયેલી ડિબેટ રસપ્રદ બની હતી, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્ટાઇલ પ્રમાણે આક્રમક રીતે પોતાની વાત રજૂ કરી હતી. કોરોના વાઇરસની કામગીરી વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી. બાઇડને આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ સરકારે કોરોનાનો સામનો કરવામાં ભારે નિષ્ફળતા મળી હતી. ટ્રમ્પે દેશના અર્થતંત્રને ભારે નુકસાન કરાવ્યું એવું તેમણે જણાવ્યું.

મોટી સંખ્યામાં લોકોના મોત કોવિડ-19ના કારણે થયા એમ બાઇડને કહ્યું, પણ તોય ટ્રમ્પે જણાવ્યું કે પોતાની સરકારે વહેલા લોકડાઉન કર્યો હતો જેથી લોકોના જીવ બચી શકે. જોકે બાઇડનનું કહેવું હતું કે આયોજન વિના લોકડાઉનને કારણે અમેરિકાના અર્થતંત્રને ભારે નુકસાન થયું. મોટી સંખ્યામાં લોકોના મોત થયા.

ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ

ત્યારબાદ અર્થતંત્રની ચર્ચામાં પણ ટ્રમ્પે આક્રમક રીતે કહ્યું કે પોતે તો દેશને દોડતો રાખવા માગે છે. મારા હરિફ દેશને બંધ કરી દેવા માગે છે, જ્યારે હું કામકાજ શરૂ રાખવા માગું છું. ડેમોક્રેટ રાજ્યોએ લોકડાઉન ચાલુ રહ્યું હતું અને તે લોકો ચૂંટણી સુધી તેને બંધ રાખવા માગે છે, જેથી ચૂંટણી પર અસર થાય તેવો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો.

માસ્કની પણ ચર્ચા થઈ હતી, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર માસ્ક પહેરવાની પરવા કરી નહોતી. તે માટે તેમની ભારે ટીકા થઈ હતી. જોકે ટ્રમ્પ કહ્યું કે જરૂર પડે ત્યારે પોતે માસ્ક પહેરે છે અને સાથે જ રાખે છે. એમ કહીને તેમણે ખિસ્સામાં રહેલો માસ્ક બતાવ્યો.

તેની સામે ટ્રમ્પને પૂછાયું હતું કે રોગચાળો હોવા છતાં શા માટે તમે મોટી સભાઓ કરી. તેમણે ઉલટાનો એવો જવાબ આપ્યો કે સાવધાની સાથે સભાઓ થઈ હતી. પછી કટાક્ષ કર્યો કે બાઇડનની સભામાં તો કોઈ આવતું જ નથી અને બે પાંચ લોકો હોય છે. તેની સામે બાઇડને ટીકા કરી કે ટ્રમ્પ બેજવાબદાર છે અને બેફામ રીતે જાહેરમાં વર્તન કરીને બીજા લોકોને ચેપ લાવે તેવું જોખમ ઊભું કર્યું હતું.

ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ

અર્થતંત્ર વિશે દાવો કરતાં ટ્રમ્પે કહ્યું કે દેશ ફરીથી બેઠો થઈ રહ્યો છે, પરંતુ બાઇડને કહ્યું કે તેઓ ખોટા દાવા કરે છે. હકીકતમાં તેમણે પ્રમુખ તરીકે શરૂઆત કરી તેની સામે તેઓ પ્રમુખપદ છોડશે ત્યારે બેકારી વધેલી હશે. બાઇડને ટીકા કરતાં કહ્યું કે નાના વેપારીઓને કોઈ મદદ થઈ નથી અને બીજી બાજુ કોઈ કાળજી લેતા નથી અને શાળાઓ પણ ખોલવા માગે છે. ટ્રમ્પે વળતા કહ્યું કે લોકો જ શાળાઓ ખોલવા માગે છે. લોકો જ બધુ ખોલીને ફરી કામે વળવા માગે છે એમ ટ્રમ્પે કહ્યું.

ચર્ચાના પ્રારંભથી ટ્રમ્પ આક્રમક મૂડમાં જણાયા હતા અને તેમની શૈલી પ્રમાણે આકરી ભાષામાં ચર્ચા કરતા રહ્યા હતા. તેઓ હરિફ બાઇડન પર આક્ષપો કરતાં રહ્યા અને તેમની મજાક પણ કરતા રહ્યા. જોકે બાઇડને અગાઉ કહ્યું હતું કે ટ્રમ્પ જૂઠું બોલવા માટે જાણીતા છે. તેમણે સૌમ્ય ભાષામાં કહ્યું કે તેઓ ઇન્કમ ટેક્સ પણ પૂરો ભરતા નથી. જોકે ટ્રમ્પે કહ્યું કે પોતે મિલિયન્સ ડૉલરનો ટેક્સ ભરતા રહ્યા છે.

અર્થતંત્રની ચર્ચા વખતે ટેક્સના મામલે બંને નેતાઓ વચ્ચે સામસામે પ્રહારો થયા હતા. બાઇડને કહ્યું કે ટ્રમ્પના રાજમાં કોર્પોરેટ કંપનીઓ અબજો કમાય છે, પણ બહુ ઓછો ટેક્સ ભરે છે. તેમણે કહ્યું કે 21 ટકાની જગ્યાએ 28 ટકા કોર્પોરેટ ટેક્સ હોવો જોઈએ. તેની સામે ટ્રમ્પે કહ્યું કે ઓછા ટેક્સથી વાણિજ્યને પ્રોત્સાહન મળે છે. બાઇડને જણાવવા કોશિશ કરી કે ઓબામા સરકાર તેજીથી આગળ વધતું અર્થતંત્ર છોડીને ગયા હતા, પરંતુ અર્થતંત્ર અત્યારે ખરાબ હાલતમાં છે. ટ્રમ્પે મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપ્યું નથી.

ચર્ચા દરમિયાન ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલ્યા હતા અને બાઇડનના અવાજના દબાવવાની કોશિશ કરતા રહ્યા હતા. એટલું જ નહિ તેમણે બાઇડનના પુત્ર વિશે અંગત આક્ષેપો કર્યા અને તેઓ સતત બાઇડનની વચ્ચે બોલતા રહ્યા હતા. તેના કારણે ચર્ચાના મુદ્દા કરતાંય આ રીતે ટ્રમ્પ સતત વચ્ચે સતત ટોકતા રહ્યા તેના કારણે ચર્ચા ઉગ્ર બની હતી. તેના કારણે એન્કરે સ્પષ્ટપણે કહેવું પડ્યું કે વચ્ચે ના બોલવા વિનંતી. એન્કરે કહેવું પડ્યું કે મિસ્ટર ટ્રમ્પ તમે વારંવાર વચ્ચે દખલ કરો છો. આ રીતે પ્રારંભથી જ ચર્ચા રસપ્રદ બની હતી.

તે પછી રંગભેદના મામલે પણ ચર્ચા ઉગ્ર બની હતી અને બાઇડને આક્ષેપ લગાવ્યો કે ટ્રમ્પના વર્તનના કારણે દેશમાં ભેદભાવ વધ્યો છે. ટ્રમ્પના કારણે આફ્રિકન અમેરિકન એટલે કે અશ્વેત લોકો બહુ નુકસાન થયું છે એમ બાઇડને જણાવ્યું. બાઇડન સાથે ભારતીય મૂળિયા ધરાવતા કમલા હૅરિસ વાઇસ પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહ્યા છે. કમલાના માતા તામિલનાડુના હતા, પણ પિતા જમૈકાના અશ્વેત હતા. તેથી ડેમોક્રેટિક પાર્ટી અશ્વેત અને ભારતીય મૂળના લોકો સહિતના લઘુમતી મતો પણ આધાર રાખી રહ્યા છે.

તેની સામે ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ જ ભૂતકાળમાં અશ્વેત લોકો સામે વધારે ભેદભાવ કરતા રહ્યા છે. ટ્રમ્પે સાથે જ લૉ એન્ડ ઓર્ડર જાળવવાની જરૂર છે એવી વાત પણ કરી, કેમ કે તેઓ પોતાના રૂઢિચૂસ્ત શ્વેત મતદારોને રાજી રાખવા માગતા હતા. ફરી એકવાર ટ્રમ્પે વચ્ચે દખલ કરીને કહ્યું કે લૂંટફાટ કરનારા સામે કામ કરવી જરૂરી છે. બાઇડને કહ્યું કે અમેરિકામાં પદ્ધતિસર રંગભેદ ચાલે છે, જ્યારે ટ્રમ્પે તેની સામે રાષ્ટ્રવાદનો મુદ્દો કાઢીને કહ્યું કે રિપબ્લિકન લોકો આપણા લોકોને એવું શીખવી રહ્યા છે આપણો દેશ રંગભેદી છે. આપણો દેશ ખરાબ છે એવી વાતો આ લોકો કરે છે એમ ટ્રમ્પે કહ્યું. બાઇડને કહ્યું કે દેશમાં જે કંઈ ચાલી રહ્યું હોય તેના વિશે લોકોને જાગૃત કરવા પડે, કેમ કે આમના જેવા લોકો ભેદભાવ કરે છે. તે લોકો શ્વેત સિવાયના લોકોને, ગરીબ લોકોને હલકા ગણે છે. આ રીતે રંગભેદની ચર્ચા પણ બહુ ઉગ્ર બની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.