લંડનઃ બ્રિટેને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓના પરિવાર માટે 60, 000 પાઉન્ડની નવી વિમા યોજના જાહેર કરી છે. કોરોના વાઈરસ સંકટ સામે જંગ લડવા પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કરતાં સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને આ યોજનાનો લાભ મળશે.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ફેલાયેલો છે. બ્રિટેનમાં કોરોના વાઈરસથી 21,000 કરતાં પણ વધારે લોકોના મોત થયાં છે.
બ્રિટેનના સ્વાસ્થ્ય પ્રધાન મૈટ હૈનકૉકે ડાઉનિંગ સ્ટ્રીટ પર પ્રેસ કોન્ફરન્સમાં આ વીમા યોજના અંગે ઘોષણાં કરી. તેમણે કહ્યું કે કોઈ પણ રકમ કોઈ વ્યકિતની જીદંગીની કિંમત નથી આંકી શકતી. પરંતુ સરકાર સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને મદદ કરવા તમામ સંભવ પ્રયાસ કરી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, ' મને મારી જવાબદારીનો પુરો અહેસાસ છે કે તેમના (સ્વાસ્થ્યકર્મીના) પ્રિયજનો તથા પરિવારની સંભાળ રાખવી જોઈએ.'