ETV Bharat / international

અમેરિકી મીડિયાનો દાવોઃ ચીને સીમા પર ઘર્ષણ કરવા માટે ભારતને ઉશ્કેર્યુ - ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ

અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે, ચીને ભારતને સીમા પર ઝડપ માટે ઉશ્કેર્યું છે. બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હાલાત પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ.

Etv Bharat, Gujarati News, Donald Trump
Donald Trump
author img

By

Published : Jun 17, 2020, 10:44 AM IST

વૉશિંગ્ટનઃ અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે, ચીને ભારતને સીમા પર ઝડપ માટે ઉશ્કેર્યું છે. અમેરિકાના વરિષ્ઠ પત્રકાર ટૉમ રોગને એક સમાચારમાં આ વાતનો દાવો કરતા લખ્યું કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા છે.

અમેરિકા પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ સ્થિતિ પર નજીક અને ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. આશા કરીએ છીએ કે, વિવાદોનું શાંતિપૂર્ણ રીતે નિવારણ આવે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની સ્થિતિ પર અમે ઝીણવટપુર્વક નજર રાખી રહ્યા છીએ. ભારતીય સેનાએ કહ્યું છે કે, તેના 20 સૈનિકો માર્યા ગયા છે, અમે તેમના પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ.

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, 'ભારત અને ચીન બંને દેશોએ તણાવ ઓછા કરવાની ઇચ્છા દર્શાવી છે અને અમેરિકા વર્તમાન સ્થિતિને શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની વચ્ચે 2 જૂન 2020 ના દિવસે ફોન પર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ચીન સીમાની સ્થિતિ પર ચર્ચા કરી હતી.'

મહત્વનું છે કે, સોમવારે રાત્રે પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક ઝડપમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. છેલ્લા પાંચ દશકથી પણ વધુ સમયમાં સૌથી મોટા સૈન્ય ટકરાવને કારણે ક્ષેત્રમાં સીમા પર પહેલાથી રહેલો ગતિરોધ વધુ ભડકી ઉઠ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.