વોશિંગ્ટન: ચીન હજૂ પણ વિશ્વથી કોવિડ-19ની માહિતી છુપાવી રહ્યું છે. ચીન તેની ભુલોને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પીઓએ આ દાવો કર્યો છે.
માઈક પોમ્પીઓએ કહ્યું છે કે, તેમની પાસે પૂરતા પુરાવા છે કે, ચીનના વુહાન શહેરમાં એક પ્રયોગશાળા અપેક્ષા કરતા ઓછી કામ કરી રહી છે, ત્યાં કોરોના વાઈરસની ઉત્પત્તિ થયો હોય તેવી શક્યતા છે.
જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આપેલી માહિતી અનુસાર શુક્રવાર સુધીમાં આ જીવલેણ કોરોના વાઈરસથી 78,000થી વધુ અમેરિકનો મૃત્યુ પામ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 13 લાખ લોકોને ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં 2,74,000થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 39 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
પોમ્પીયોએ શુક્રવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મેં પૂરતા પુરાવા જોયા છે કે, લેબોરેટરી અપેક્ષા મુજબ કામ કરી રહી ન હતી, ત્યાં સુરક્ષાના જોખમો હતા અને કોરોના વાઈરસનો ઉદ્ભવ કદાચ ત્યાંથી જ થયો હતો.
પોમ્પીયોએ જણાવ્યું, અમને જવાબો જોઈએ. લોકો હજી મરી રહ્યા છે. કોવિડ -19 ને કારણે યુ.એસ. સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ અટકી ગઈ છે. આપણી અર્થવ્યવસ્થા ખરેખર સંઘર્ષ કરી રહી છે. આ બધું સીધુ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને આભારી છે. તેને વાઈરસની માહિતીને દબાવવાનું કામ કર્યું છે.
આ વાઈરસની શરૂઆત વિશે જાણાવવા માગતા ડોકટરોને પ્રવેશવા દેવામાં આવતા નથી. કેવી રીતે કોરોના વાઈરસ એક દર્દીમાંથી બીજા દર્દીમાં ફેલાય છે? અમને હજૂ સુધી આ બાબતે જવાબો નથી આપવામાં આવ્યા.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને વાઈરસ વિશે જાણ થતાં 120 દિવસથી વધુ સમય લાગ્યો હતો. પરંતુ તે અમેરિકન લોકો અને વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પાસે માહિતી છુપાવતું રહે છે.