વૉશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો હાઈડેને સાવચેત કર્યા કે, નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં રશિયા, ચીન, ઈરાન અને અન્ય વિદેશી શક્તિ હસ્તક્ષેપનો પ્રયાસ કરી રહી છે અને તેમને રોકવાનો શ્રેષ્ઠ રસ્તો તાત્કાલિક તેમને ખુલ્લા પાડવાનો છે.
બાઈડેને ડોનેશન એકત્ર કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમે 2016ની ચૂંટણીમાં જોયું, અને 2018માં પણ જોયું અને અત્યારે પણ જોઈ રહ્યાં છીંએ. રશિયા, ચીન, ઈરાન અને અન્ય વિદેશી શક્તિ આપણા લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવા અને આપણી ચૂંટણી પ્રક્રિયામાં આપણા વિશ્વાસને ઓછો કરવા માટે કામ કરી રહીં છે.
તેમણે કહ્યું, આ દેશોને હસ્તક્ષેપ કરતા રોકવાનો શ્રેષ્ઠ રસ્તો, તેમને તાત્કાલિક ખુલ્લા પાડવાનો છે. આ થોડું મુશ્કેલ પણ છે. હું અત્યારે આ અંગે વધુ કાંઈ નથી કરી શકતો, માત્ર આ અંગે ચર્ચા કરીને તેમને ખુલ્લા પાડી શકું છું, પરંતુ આ એક ગંભીર સમસ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં બાઈડેનને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટક્કર આપશે.
મહત્વનું છે કે, બાઈડેન અગાઉ પણ બોલી ચુક્યા છે કે, ટ્રમ્પ પ્રશાસન ચૂંટણીમાં વિદેશી શક્તિના હસ્તક્ષેપને રોકવામાં અસફળ રહ્યું છે.