- બની ગયો નવો ઈતિહાસ, અંતરિક્ષથી પરત ફરી જેફ બેઝોસની ટીમ
- બેઝોસે લગભગ 66 માઈલની ઉંચાઈ સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું
- આ રોકેટમાં ઉડાન ભરવા માટે પ્રશિક્ષિત કર્મચારીની જરૂર નથી
વૈન હોર્ન (અમેરિકા): પોતાની અંતરિક્ષ યાત્રા કંપનીની પ્રથમ ઉડાન પર લોકોની સાથે જેફ બેઝોસ અંતરિક્ષની યાત્રા કરીને પરત આવી ગયા છે. બ્લૂ ઓરિજિન અને એમેઝોનના સ્થાપક પોતાના રોકેટમાં મુસાફરી કરનારા બીજા અબજોપતિ છે. તે વેસ્ટ ટેક્સાસથી તેમના ભાઇ સાથે નેધરલેન્ડની 18 વર્ષીય અને ટેક્સાસની 82 વર્ષીય મહિલા પાઇલટ સાથે પ્રવાસ કર્યો હતો. આ સફરમાં ગ્રહની બહાર જનારા સૌથી નાના અને સૌથી વૃદ્ધ તેના સાથીઓ હતા.
આ પણ વાંચો: ન્યૂ શેફર્ડમાં આજે સાંજે ત્રણ લોકો સાથે અંતરિક્ષની યાત્રા કરશે
બેઝોસે લગભગ 66 માઈલની ઉંચાઈ સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું
બેઝોસે લગભગ 66 માઈલ (106 કિમી) ની ઉંચાઈ સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું જે 11 જુલાઈના રોજ રિચર્ડ બ્રૈનસનની ઉડાન દ્વારા નક્કી કરેલી ઉંચાઈ કરતા 10 માઈલ (16 કિમી) વધુ છે. બ્લૂ ઓરિજિનનું નવું શેપર્ડ રોકેટ અપોલો 11 ની ચંદ્ર ઉતરાણની 52 મી વર્ષગાંઠ પર મુસાફરો સાથે સફર કરી.
બની ગયો નવો ઈતિહાસ, અંતરિક્ષથી પરત ફરી જેફ બેઝોસની ટીમ
રોકેટ સંપૂર્ણ રીતે સ્વચાલિત છે અને ઉડાન ભરવા અને નીચે આવવા માટે તેની અંદર પ્રશિક્ષિત કર્મચારી રાખવાની જરૂર નથી. આ ફ્લાઇટમાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો હતો. બ્રૈનસના વર્જિન ગેલેક્ટીક રોકેટ વિમાનને સંચાલિત કરવા માટે બે પાઇલટ્સની જરૂર હોય છે.
આ પણ વાંચો: AMAZONના સ્થાપક સાથે છૂટાછેડા લીધા પછી આ મહિલા બની દુનિયાની ચોથી સૌથી ધનવાન
આ રોકેટમાં ઉડાન ભરવા માટે પ્રશિક્ષિત કર્મચારીની જરૂર નથી
બેઝોસના સપનાને સાકાર કરનારી આ ઉડાન 2015મા ન્યૂ શેપર્ડ રોકેટ દ્વારા અંતરિક્ષની 15 સફળ પરીક્ષણ ઉડાન બાદ થઈ રહી છે. જો કે, અગાઉની પરીક્ષણ ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા. જો આ ફ્લાઇટ સફળ રહેશે તો બ્લુ ઓરિજિન પાસે વર્ષના અંત સુધીમાં વધુ બે પેસેન્જર ફ્લાઇટ્સ માટેની યોજના છે.