- ટ્રમ્પે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો
- બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ નિર્ણયને રદ કર્યા
- ટ્રમ્પનો નિર્ણય કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નહોતો
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રીન કાર્ડ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે. આ અંગે વકીલોનું કહેવું છે કે, આ નિર્ણય અમેરિકામાં કાયદેસર આવતા લોકોને રોકી રહ્યો હતો. બાઈડને કહ્યું, કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નથી.
ટ્રમ્પનો નિર્ણય અમેરિકાના નુકસાનમાં હતોઃ બાઈડન
આ અંગે બાઈડને કહ્યું કે, આ નિર્ણયથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. જેમાં અમેરિકી નાગરિકો અથવા કાયદેસર સ્થાનિક નિવાસીઓના પરિવારના સભ્યોને અહીં તેમના પરિવારથી મળતા રોકવામાં આવી રહ્યું હતું. આ અમેરિકાના ઉદ્યોગોને પણ પ્રભાવિત કરે છે, જે વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે. અમેરિકાના ઈમિગ્રેશન વકીલ સંઘના જણાવ્યા અનુસાર, આ આદેશથી મોટાભાગના ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવાયો હતો.