ETV Bharat / state

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી બની પક્ષીઓ માટે આશીર્વાદરૂપ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર - BIRD FEEDERS FROM WASTE PLASTIC

કચ્છના મોટી રાયણ ગામના યુવાનોએ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પક્ષીઓ માટે બર્ડ ફીડર બનાવી પ્લાસ્ટિકની બોટલનો સદ્દઉપયોગ કરી રહ્યા છે.

વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર
વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 12:45 PM IST

કચ્છ: આજે લોકો પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જેના કરાણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. આ સમસ્યાને અમુક અંશે દૂર કરવા કચ્છના યુવાનો એક અલગ વિચાર સાથે પર્યાવરણની જાળવણીના પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છના મોટી રાયણ ગામના યુવાનોએ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પક્ષીઓ માટે બર્ડ ફીડર બનાવ્યું છે અને પ્લાસ્ટિકની બોટલનો સદ્દઉપયોગ કરી રહ્યા છે, ત્યારે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.

પ્લાસ્ટિકની બોટલોમાંથી પક્ષી ઉપયોગી બર્ડ ફીડર: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટી રાયણ ગામના યુવા મિત્રો લક્ષ્મણ ગઢવી, વિશાલ ગઢવી, ભરત ગઢવી, મુકુંદ ગઢવી, નિર્ભય ગઢવી, આનંદ ગઢવી, હરેશ ગઢવી, ખુશાલ ગઢવીએ સાથે મળીને કચરામાં કે રસ્તા પર ફેંકી દીધેલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી પર્યાવરણ ઉપયોગી તેમજ પક્ષીઓ માટે ઉપયોગી બને તે તેવી એક અનોખી પહેલ કરી છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી બની પક્ષીઓ માટે આશીર્વાદરૂપ (Etv Bharat Gujarat)

આ યુવાનો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો ગામમાંથી એકત્રિત કરીને પક્ષીઓને ચણ મળી રહે તે માટે બર્ડ ફીડર બનાવીને ઝાડ પર બાંધવામાં આવ્યા છે. આ પ્રેરણાદાયી કામથી પર્યાવરણનું રક્ષણ તો થાય જ છે સાથે સાથે પક્ષીઓને પણ નિયમિત ચણ મળી રહે છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી બની પક્ષીઓ માટે આશીર્વાદરૂપ

પ્લાસ્ટિકની પ્લેટ ફિક્સ કરી બોટલમાંથી ચણ: કચ્છના મોટી રાયણ ગામના પક્ષીપ્રેમી યુવાનોએ અગાઉ પણ પક્ષીઓ માટે નવરાત્રી દરમિયાન નવમા નોરતે માતાજીના ગરબા તળાવમાં તાર્યાં બાદ કિનારેથી એકત્રિત કરી તેમાં બાઈડીંગ તારની મદદથી પક્ષીઓ માટે ઘર બનાવ્યા હતા. આ જોઈ અન્ય લોકોએ પ્રેરણા લીધી હતી. તો હવે આ યુવાનોએ ગામમાંથી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરીને એક વધુ નવતર પ્રયોગ કર્યો છે.

વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર
વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર (Etv Bharat Gujarat)

યુવાનોએ પ્લાસ્ટિકની બોટલોમાં નીચે આંટા વાળી પ્લાસ્ટિકની પ્લેટ ફિક્સ કરી બોટલમાં બે કાણા કરીને બાઈડીંગ તારની મદદથી વૃક્ષો પર બાંધી આ વેસ્ટને પક્ષીઓના ચણ ખાવા માટે બર્ડ ફીડરમાં પરિવર્તિત કર્યા છે.

અગાઉ નવરાત્રી સમયે માટીના ગરબામાંથી પક્ષીઘર બનાવ્યા હતા: લક્ષ્મણ ગઢવીએ etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'નવરાત્રી સમયે ગરબામાંથી પક્ષી ઘર બનાવ્યા હતા, જેમાં સારો એવો લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગામના વડીલ દ્વારા પ્લાસ્ટિકની બોટલના સદુપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ, સાથી મિત્રો સાથે મળીને કુલ 50 જેટલા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી બર્ડ ફીડર બનાવ્યા છે. જેમાં નીચેની પ્લાસ્ટિકની ડીશ કુકમા ગામની સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે.'

ગામના સ્મશાનમાં આવેલ વૃક્ષો પર બાંધ્યા બર્ડ ફીડર: લક્ષ્મણ ગઢવી અને તેના મિત્રો દ્વારા તેમના ગામના સ્મશાનમાં આવેલા વૃક્ષો પર તેમજ મિત્રવર્તુળના ઘરોમાં આવેલા વૃક્ષો પર બર્ડ ફીડર બાંધીને પક્ષીઓ માટે ચણનું સ્ત્રોત ઉભુ કરવામાં આવ્યું છે. આ બર્ડ ફીડરમાં એક વખતમાં યુવાનો બાજરો, ચોખા અને જુવાર ભરે છે જેમાં પક્ષીઓ જેમ જેમ ચણ ખાતા જાય છે તેમ તેમ બોટલમાંથી ધીરે ધીરે ચણ નીચે ડિશમાં આવતું જાય છે અને અંદાજિત 5થી 6 દિવસ સુધી આ ચણ ચાલે છે અને ત્યાર બાદ ફરી યુવાનો ભેગા મળીને ચણ પાછું ભરે છે. આ સાથે 50 જેટલા પક્ષી ઘર અને 50 જેટલા પાણીના કુંડા પણ વૃક્ષો પર લટકાવવામાં આવ્યા છે.

અન્ય લોકો માટે ગામના યુવાનો પ્રેરણાસ્રોત: ગામના સ્થાનિક યુવાન ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, ગામના યુવાનોએ ગરબામાંથી પક્ષીઘર તેમજ પ્લાસ્ટિકની બોટલમાંથી બર્ડ ફીડર બનાવીને ન માત્ર પર્યાવરણનું જતન કર્યું છે પરંતુ પક્ષીઓ માટે ચણ અને પાણીની સુવિધા પણ ઊભી કરી છે. જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. આ ઉપરાંત જો બધા લોકો આ રીતે વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી બર્ડ ફીડર બનાવવાની પહેલ અપનાવે તો અનેક પક્ષીઓને ચણ ખાવા માટે સ્ત્રોત મળી શકે છે અને એક પુણ્યનું કામ પણ થઈ શકે છે. આમ, લક્ષ્મણ ગઢવી અને તેમના સાથી મિત્રોએ કરેલ આ અનોખી પહેલ તેમનો પક્ષીઓ તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકના આ પશુપાલકની ગીર ગાય 4 લાખમાં વેચાઈ, પશુપાલનના વ્યવસાયમાં કાઢ્યું કાઠું
  2. વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી, જુનાગઢના ઐતિહાસિક સ્થાપત્યો માંગે જાળવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.