અમેરિકાના રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ વોશિંગ્ટનની જનતાને જણાવ્યુ હતું કે, કાશ્મીર પર ભારત સરકારના આકરા નિર્ણય બાદ ડર છે કે, આંતકવાદીઓ ભારતમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 5 ઓગ્સ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરી હતી અને જમ્મુ અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
પેન્ટાગનના ટોચના અધિકારીએ કહ્યું કે, ચીન પાકિસ્તાનને અંતરરાષ્ટ્રીય સ્ટેજ પર સર્મથન આપે છે. સુંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદા લઇ જવામાં આવે કે નહી, આ સંદર્ભમાં ચર્ચા થઇ તો ચીન પાકિસ્તાનનું સર્મથન કરશે. પરંતુ મને નથી લાગતું કે, ચીન વધારે કંઈ કરે.
તેમણે કહ્યું કે ચીન પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સબંધ છે. તેમની ભારતની સાથે દુશ્મનાવટ વધી રહી છે. સાથે તેમણે કહ્યું કે, ભારત ચીનની સાથે સ્થિર સંબધ ઇચ્છે છે.
વિદેશપ્રધાન એસ.જયશંકર વર્તમાન પ્રવાસનો ઉલ્લેખ કરતા શાઇવરે કહ્યું કે, અમેરિકા તેમની સાથે વિચાર વિમર્શ કરશે.