સાઉદી અરબના એક રાજકીય નેતાએ જણાવ્યું હતું કે, અમે યુદ્ધ નથી ઇચ્છતાં પણ ઈરાન જો કઇ કરશે તો અમે અમારી રક્ષા કરવામાં તમામ પ્રયાસો કરીશું. આ નિવેદન ત્યારે કરવામાં આવ્યું જ્યારે ઇરાન દેશના મિત્ર યમનના આતંકીઓ દ્વારા સઉદી અરબના તેલની પાઇપ પર ડ્રોન વડે હુમલો કરવાનો દાવો કર્યો હતો.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે જો ઇરાન ચુદ્ધ ઇચ્છે તો તેનો વિનાશ થશે. બગદાદમાં અમેરિકાના દુતાવાસ પર રોકેટ હુમલા બાદ ચેતવણી આપી હતી. ઇરાનના અધિકારીઓ નિવેદન આપ્યું હતું કે, અમે યુદ્ધ નથી ઇચ્છતા, પરંતુ સાઉદી અરબના વિદેશપ્રધાન અદેલ અલ ઝુબેરે મીડિયામાં જણાવ્યું હતું કે, ઇરાન સાથેની ગમે તેવી પરિસ્થિતી સામે લડાઇ માટે અમે સક્ષમ છીએ. સાઉદી અરબ યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ અન્ય પક્ષ યુદ્ધને પસંદ કરે તો અમે સક્ષમ છીએ.