વૉશિંગ્ટન: કોરોના વાઇરસને કારણે ગત સપ્તાહે લગભગ 30 લાખ અમેરિકનોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી હતી. અમેરિકામાં મોટાભાગના રાજ્યોએ ઘણા વ્યવસાયોને ફરીથી ખોલવાની મંજૂરી આપી હોવા છતાં કંપનીઓને કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી રહી છે.
ગુરુવારે સરકારે કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે બે મહિનામાં લગભગ 3.6 કરોડ લોકોએ બેરોજગારી લાભ માટે અરજી કરી છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે લગભગ 8.42 લાખ લોકોએ સ્વ-રોજગાર અને અસ્થાયી કામદારો માટે એક અલગ યોજના હેઠળ સહાય માટે અરજી કરી હતી.
આ આંકડા સૂચવે છે કે, જોબ માર્કેટ મોટી આર્થિક કટોકટીની લપેટમાં છે. અર્થવ્યવસ્થા ઉંડી મંદીનો સામનો કરી રહી છે. ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, બીજા સહાય પેકેજ વિના હજારો નાના ઉદ્યોગો નાદાર થઈ જશે. લાખો લોકોને બેરોજગાર બનાવશે. બીજી તરફ કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકારોને મહેસૂલમાં ભારે ઘટાડો સામનો વારો આવી રહ્યો છે.