વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના 2 સભ્યોને કોરોના વાઇરસ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ, ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો છે. આનાથી એક વખત ફરી સંકેત મળે છે કે, દેશની સૌથી સુરક્ષિત ગણાતી ઈમારતમાં કામ કરનારા લોકો પણ આ વાઇરસથી બાકાત રહ્યા નથી.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું છે કે, DCDના ડિરેક્ટર ડૉ.રોબર્ટ રેડફિલ્ડ આવનારા 2 અઠવાડિયા માટે ઘરેથી કામ કરશે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું, જ્યારે ખ્યાલ આવ્યો કે, તે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, તે બિલકુલ સ્વસ્થ છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળતાં નથી.
આની થોડી કલાકો પહેલા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પુષ્ટિ કરી હતી કે, FDA કમિશ્નર સ્ટીફન હેન એવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે અને તે આવાનારા 2 અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે. જો કે, તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
2 વ્યક્તિઓને મંગળવારે સીનેટની એક સમિતિ સમક્ષ હાજર થવાનું હતું અને હવે તે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી હાજર રહેશે.