આફ્રિકી દેશ કેમરૂનમાં નરસંહારઃ 14 બાળકો સહિત 22 લોકોના મોત - cameroon
આફ્રિકી દેશ કેમરૂનમાં છેલ્લા 3 વર્ષમાં ઘણી સંઘર્ષની ઘટના બની છે. આ સંઘર્ષ દરમિયાન કેમરૂનના આંગ્લભાષી વિસ્તારમાં હથિયારધારી લોકોએ 22 લોકોની હત્યા કરી દીધી હતી. જેમાં 14 સગીર બાળકો અને એક ગર્ભવતિ મહિલાનો સામેલ છે.
લિબરેવિલેઃ આફ્રિકી દેશ કેમરૂનનાં આંગ્લભાષી વિસ્તારમાં કરેલા નરસંહારમાં 22 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રએ આ જાણકારી આપી હતી. વિપક્ષે આ હત્યાનો આરોપ સેના પર લગાવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા OCHAના સ્થાનીક અધિકારી જેમ્સ નુનને જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમી વિસ્તારનાં નટુમ્બોમાં શુક્રવારે હથિયારઘારી લોકોએ હત્યાકાંડ કર્યો હતો. આ હત્યાકાંડમાં 22 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હત્યાકાંડમાં મરનારા લોકોમાં 14 બાળકો તેમજ એક ગર્ભવતી મહિલા સામેલ છે. મૃતકોમાં 14 બાળકો સામેલ છે, જેમાથી 9 બાળકોની ઉંમર 5 વર્ષથી પણ નાની છે. આ મૃતકોમાં 11 છોકરી છે.
ઉલ્લેખનીય છે કે, કેમરૂનના ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં અંગ્રજી ભાષા લઘુમતિઓ વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં નક્સલીઓ અને સરકાર વચ્ચે 3 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે.