કોંગોમાં ચરમપંથિઓએ કરેલા હુમલાઓમાં 60 જવાન માર્યા ગયા હતા. સેના પ્રવક્તાએ જણાવ્યું કે, વિદ્રોહી સામેની કાર્યવાહી દરમિયાન સેનાના 60 જવાનોના મોત થયા છે. આ કાર્યવાહીમાં 175 જવાન ઘાયલ થયા છે.
સેનાના પ્રવક્તા જનરલ લિયાન રિચાર્ડ કાસોંગાએ જણાવ્યું કે પૂર્વી શહેર બેની પાસે ઈસ્લામિસ્ટ અલાયડ ડેમોક્રેટિક ફોર્સેસ(ADF)ના વિદ્રોહી સામે ખિલાફ સેનાની કાર્યવાહીમાં છેલ્લા બે મહિનામાં 60 જવાનોએ પાતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 175 જવાન ઘાયલ થયા હતા.
નાગરિક સંસ્થાઓને આંકડા અનુસાર 30 ઑક્ટોબરે ADF વિરૂદ્ધ હુમલા શરૂ કર્યા બાદ તેમના 200થી વધુ વિદ્રોહીઓના મોત થયા છે. આ આંકડાથી વહીવટી તંત્રનું બેદરકારી ભર્યું વલણ સામે આવ્યું છે, જે કારણે લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.
ADF છેલ્લા 25 વર્ષથી સક્રિય કામગીરી કરી રહી છે. જે સેના અને સામાન્ય નાગરિકોને પોતાનો ટારગેટ બનાવે છે.