નાઈઝીરિયાના સૈન્ય પ્રવક્તા ટિમોથી એટીંગાએ કહ્યું કે, લડાઈ દરમિયાન મલ્ટીનેશનલ જ્વાઈંટ ટાસ્ક ફોર્સ (MNJTF)ના 4 કર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એંટીગાએ જાણકારી આપી કે, ઈસ્લામિક સ્ટેટ (ISIS)ને દુર કરવા માટે સંયુકત અભિયાન શરૂ છે. જીલ ચાડ ક્ષેત્રના રહેવાસીઓને લોકોના સતત સમર્થન અને એકજૂટતાનું આહવાન કરવામાં આવ્યુ છે.
બહુરાષ્ટ્રીય બળોમાં નાઈઝીરિયા. ચાડ.કૈમરુન અને નાઈઝરના સૌનિકો સામેલ છે.