ETV Bharat / headlines

ભારત-ભૂતાનના સંબંધો વિશ્વ માટે ઉત્તમ ઉદાહરણ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુપે કાર્ડના બીજા ચરણનો શુભારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "મને એ વાત જાણીને આનંદ થયો કે ભૂતાનમાં પહેલેથી જ રુપેની 11,000 જેટલી સફળ લેવડ દેવડ થઈ ચૂકી છે. જો કોવીડ-19નું સંક્રમણ ન હોત તો આ સંખ્યા હજુ વધારે હોત. અમે રુપે કાર્ડ યોજનાના દ્વિતીય ચરણનો શુભારંભ કરી રહ્યા છીએ."

ભારત-ભૂતાનના સંબંધો વિશ્વ માટે ઉત્તમ ઉદાહરણ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

author img

By

Published : Nov 20, 2020, 3:24 PM IST

  • પીએમ મોદી અને ભૂતાનના વડાપ્રધાન લોટે શેરીંગે રુપે કાર્ડ યોજનાના દ્વિતીય ચરણનો શુભારંભ કરાવ્યો
  • ભારત અને ભૂતાનના વિશિષ્ટ સંબંધો વિશ્વ માટે ઉદાહરણરૂપ
  • રુપે કાર્ડ દ્વારા ભારતીય તેમજ ભૂતાનના નાગરિકો નાણાકીય વ્યવહારો કરી શકશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "મને એ વાત જાણીને આનંદ થયો કે ભૂતાનમાં પહેલેથી જ રુપેની 11,000 જેટલી સફળ લેવડ દેવડ થઈ ચૂકી છે. જો કોવીડ-19નું સંક્રમણ ન હોત તો આ સંખ્યા હજુ વધારે હોત. અમે રુપે કાર્ડ યોજનાના દ્વિતીય ચરણનો શુભારંભ કરી રહ્યા છીએ."

વડાપ્રધાને કર્યું સંબોધન

વડાપ્રધાન મોદીએ આ અંગે સંબોધન કરતા જણાવ્યું, " તમામ ભારતીયોની જેમ મારા મનમાં ભૂતાન વાસીઓ માટે પણ વિશેષ પ્રેમ અને મિત્રભાવ છે. જ્યારે હું તમને મળું છું ત્યારે મને પોતીકાપણું અનુભવાય છે. ભારત અને ભૂતાન વચ્ચેનો વિશિષ્ટ સંબંધ ન ફક્ત બંને દેશો માટે મહત્વનો છે, પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ છે."

રુપે કાર્ડના પ્રથમ ચરણ કાર્યરત થતાં સમગ્ર ભૂતાનમાં એટીએમ અને પોઇન્ટ ઑફ સેલ સુધી ભારતીયોની પહોંચ સરળ બની છે. હવે તેના બીજા ચરણ વડે ભારતમાં ભૂતાની નાગરિકો રુપે નેટવર્ક નો ઉપયોગ કરવા માટે સક્ષમ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.