જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે રીયલ એસ્ટેટ દલાલ અને ડેવલપર્સની ઓફિસ અને ઘર પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ઘર્યું હતું. જેમાં 16 સ્થળો પરના દરોડામાં બે સ્થળો પરથી 7 કરોડની રોકડ રકમ ઝડપાઈ હતી. તે સિવાય આવકવેરા વિભાગને મોટા જથ્થામાં સોનાના દાગીના મળ્યા હતાં. આ ઉપરાંત રોકડ અને દાગીનાને જપ્ત કરી લેવાયા આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલા તમામ પેપરોની તપાસ કરી હતી.
આવકવેરા વિભાગ સત્તાવાર માહિતી બુધવારે આપે તેવી શક્યતા છે. તેમજ રીયલ એસ્ટેટના ધંધામાં GSTની ચોરી અથવા તો પ્રોપર્ટી ટેક્સની ચોરી પકડાવાની શકયતા પણ છે.