ETV Bharat / headlines

ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 3 મહત્વના નિર્ણય લેવાયા - સી. આર. પાટીલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 06 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 07 હજાર જેટલા ફોર્મ આવ્યા છે. હવે જેમાંથી સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી કમિટીની બેઠક સોમવારના રોજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

સંસદીય સમિતિની બેઠક
સંસદીય સમિતિની બેઠક
author img

By

Published : Feb 1, 2021, 7:37 PM IST

  • મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાઈ સંસદીય સમિતિની બેઠક
  • 06 કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને થશે ભાજપના ઉમેદવારોની પસંદગી
  • બેઠકમાં ઉમેદવારી પસંદગીને લઈને ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 06 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. જેમાં 07 હજાર જેટલા ફોર્મ આવ્યા છે. હવે જેમાંથી સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી કમિટીની બેઠક સોમવારના રોજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 3 મહત્વના નિર્ણય લેવાયા

બેઠકમાં ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રના રાજ્ય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુ , ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં 06 કોર્પોરેશની 572 બેઠકો માટે ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે. જેને છેલ્લી મંજૂરી માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, દિલ્હી ખાતે મોકલી અપાશે. ત્યારબાદ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાશે.

બેઠકમાં લેવાયા મહત્વના 3 નિર્ણય

સોમવારે યોજાયેલી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ઉમેદવારોની પસંદગીને લઈને પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા 3 મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી હતી.

  1. 60 વર્ષથી વધુની ઉંમરના કાર્યકરોને ટિકિટ અપાશે નહીં.
  2. 3 ટર્મ સુધી ચૂંટાયેલા વ્યક્તિઓને પણ ટિકિટ મળશે નહીં.
  3. ભાજપના હોદ્દેદારો અને આગેવાનોના સગા સંબંધીઓને ટિકિટ મળશે નહીં.

જેની પાછળનો ઉદ્દેશ યુવા ચહેરાઓને આગળ લાવવાનો છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં લોકસંપર્ક ખૂબ જ મહત્વનો છે. યુવાઓ તે વધુ સારી રીતે કરી શકશે.

બેઠકને લઈને વિવાદ સર્જાવાની શકયતા

ભાજપના આ નિર્ણયથી સિનિયર કાર્યકરોમાં અસંતોષ ઊભો થશે. બીજી તરફ ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીએ પણ વિવાદનો વંટોળ સર્જ્યો છે. જોકે, આ અગાઉ પણ ભાજપે અનેક વખત નિર્ણય લીધા બાદ પલટી મારી છે. ત્યારે આ નિર્ણય પર પક્ષ કેટલો અડગ રહેશે, તે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.