ETV Bharat / entertainment

એનિમલની સફળતાને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર એવી રશ્મિકા આવતીકાલથી પુષ્પા-૨ના નવા શિડ્યુઅલનું શૂટિંગ શરૂ કરશે - undefined

અત્યારે રશ્મિકા મંદાના સફળતાનો ભરપૂર આનંદ માણી રહી છે. પુષ્પા-૧ હિટ થયા બાદ તેની એનિમલ પણ બ્લોકબસ્ટર રહી છે. પુષ્પાની સફળતા મળ્યા બાદ રશ્મિકા મંદાનાને પ્રેક્ષકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

Rashmika, who is full of confidence due to the success of Animal, will start shooting for the new schedule of Pushpa-2 from tomorrow.

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 8:24 PM IST

હૈદરાબાદ: રશ્મિકા મંદાનાએ તાજેતરમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. તેની રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. અત્યારે રશ્મિકા એનિમલની સફળતાને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર છે. રશ્મિકા પુષ્પા-૨, ધી રૂલ ફિલ્મના આગામી શિડ્યૂલનું શૂટિંગ આવતીકાલથી શરૂ કરશે.

ચાહકોનો ભરપૂર પ્રેમ: પુષ્પા-1, ધી રાઈઝિંગમાં રશ્મિકાએ ભજવેલ શ્રીવલ્લીના પાત્રને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ બાદ રશ્મિકાને નેશનલ ક્રશનું બિરૂદ પણ મળ્યું હતું. આવતીકાલથી રશ્મિકા પુષ્પા ફિલ્મની સિક્વલ પુષ્પા-૨, ધી રૂલના આગામી શિડ્યૂઅલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે.

ઓનલાઈન કેમ્પેન: પુષ્પા-2 સંદર્ભે એવી વાતો વહેતી થઈ હતી કે આ ફિલ્મમાં રશ્મિકાનું પાત્ર શ્રીવલ્લી મૃત્યુ પામે છે. જેનો ઓનલાઈન બહુ વિરોધ થયો હતો. પ્રેક્ષકો શ્રીવલ્લીના પાત્રના મૃત્યુનો સ્વીકાર જ કરી શક્યા નહીં. પ્રેક્ષકોએ એક ઓનલાઈન કેમ્પેન ચલાવીને શ્રીવલ્લીના પાત્રને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી. જેના પરિણામે મેકર્સે ખાસ સ્પષ્ટતા કરવી પડી છે.

મેકર્સે કરવી પડી સ્પષ્ટતા: શ્રીવલ્લીના પાત્ર માટે આટલી લોકપ્રિયતા અને આ ઓનલાઈન કેમ્પેન ચાલ્યા બાદ મેકર્સે ખાસ સ્પષ્ટતા કરી છે. મેકર્સે જણાવ્યું કે રશ્મિકાનું પાત્ર શ્રીવલ્લી પુષ્પા-૨માં મૃત્યુ પામવાનું નથી. રશ્મિકાનો રોલ ફૂલ ફલેજેડ છે. તેમજ આવતીકાલ એટલે કે 13 ડિસેમ્બરથી હૈદરાબાદમાં રશ્મિકા પુષ્પા-2, ધી રૂલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. આ સ્પષ્ટતા બાદ ચાહકો શાંત થયા છે. પુષ્પા ફિલ્મ ફ્રેન્ચાઈઝીમાં મેકર્સને માત્ર અલ્લુ અર્જુન દ્વારા અભિનિત પાત્રને જ આટલી લોકચાહના મળવાનો અંદાજ હતો, પણ દર્શકોએ પુષ્પા ઉપરાંત હીરોઈન રશ્મિકાના પાત્ર શ્રીવલ્લીને પણ ભરપૂર પ્રેમ આપતા મેકર્સને બખ્ખા થઈ ગયા છે.

  1. સેમ બહાદુર બાદ મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી કરાઈ
  2. રણબીરની 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ફિલ્મે 450 કરોડનો આંકડો પાર કર્યો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.