મુંબઈઃ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો ઋષિસિંહ આ વખતે 13મી સીઝનનો વિનર બન્યો છે. કંઠનો જબરદસ્ત જાદુ લોકો પર છવાયો હતો. જોકે, ઋષિની ઘણી રીલ્સ પણ લોકોને પસંદ પડી રહી છે. લોકોએ સૌથી વધારે વોટ ઋષિસિંહને આપેલા છે. 13મી સીઝન જીતીને તેમણે 25 લાખ રૂપિયા જીતી લીધા છે. ઋષિએ જણાવ્યું હતું કે, હાલમાં જે એમના માતા-પિતા છે તે એના બાયોલોજીકલ પેરેન્ટ નથી. ઋષિ એક એડોપ્ટ ચાઈલ્ડ છે.
આ પણ વાંચોઃ Rashmika Mandanna : IPL સમારોહમાં આ માંગ પૂરી ન કરી શકી રશ્મિકા, જુઓ વીડિયો
આવી રીતે જાણ થઈઃ થિએટર રાઉન્ડ પછી ઋષિ જ્યારે એના ઘરે પહોંચ્યો ત્યારે આ વાતની જાણ થઈ હતી. પણ ઋષિએ કહ્યું કે, જો તેઓ ન હતો તો હું અહીંયા સુધી પહોંચી શકત નહીં. અત્યાર સુધી મેં જે કોઈ ભૂલ કરેલી છે એ તમામ ભૂલની માફી માગવા માગુ છું. મને તો અત્યારે ભગવાન મળી ગયા છે. તેઓ ન હોત તો હું ક્યાંક બીજે સડી રહ્યો હોત.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
માતાએ છોડી દીધોઃ જન્મ આપનારી જનેતાએ તો જન્મ આપીને છોડી દીધો હતો. પણ આ માતા પિતાએ મને ઉછેરીને મોટો કર્યો છે. નાનપણમાં બીમાર હતો ત્યારે પોતાની ઊંઘ ભૂલીને મારો ખ્યાલ રાખ્યો છે. લોકોના મેણાટોણા સહન કર્યા છતાં મને આટલી સરસ લાઈફ આપી. આજે કર્ણપ્રિય અવાજથી તેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે. શરૂઆતથી જ લોકોના દિલ પર તેણે રાજ કર્યું છે.
આ પણ વાંચોઃ NMACC News: બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખે પેરાલિમ્પિયન દીપા મલિકને આપી શુભેચ્છા
વખાણ કર્યાઃ ગેસ્ટ બનેલા તમામ લોકો એમના અવાજના ફેન બન્યા છે. ઈન્ડિયન આઈડલમાં ગેસ્ટ તરીકે અબ્બાસ મસ્તાન મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. કુલ છ ગાયકો વચ્ચે ફાઈનલ યોજાઈ હતી. જેમાં સોનાક્ષી કર, શિવમસિંહ, ઋષિસિહ, ચિરાગ કોતવાલ, બિદિપ્ત ચક્રવર્તી તથા દેવોસ્મિતા રાયનો સમાવેશ થાય છે. દબોસ્મિતા ફર્સ્ટ રનરઅપ બની છે જ્યારે ચિરાગ કોતવાલ સેકન્ડ રનરઅપ બની ગયો છે.
કાર ઋષિના નામેઃ વિનરને 25 લાખ કેશ સાથે ગોલ્ડન કલરની ટ્રોફી મળી છે. આ સાથે જ એક મારૂતી સુઝુકીની કાર એસયુવી અને સોની મ્યુઝિક ઈન્ડિયા તરફથી મ્યુઝિક કોન્ટ્રાક્ટ ઓફર થયો છે. આ સિવાય બીજી ગિફ્ટ પણ મળી છે. જોકે, ઋષિનો અવાજ ઘણા સંગીતકારોને પણ પસંદ આવી રહ્યો છે. શૉમાં આવેલા સંચિત અને પરંપરાએ પણ ઋષિના વખાણ કર્યા છે.