મુંબઈ: ટીવી અભિનેત્રી અને 'બિગ બોસ' સિઝન 6ની વિજેતા ઉર્વશી ધોળકિયા શનિવારે મુંબઈમાં કાર અકસ્માતનો ભોગ બની હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનો આબાદ બચાવ થયો હતો. ટીવી એક્ટ્રેસને આ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ નથી. ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઉર્વશી ધોળકિયાની કારનો અકસ્માત: ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાની કાર અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે તે શૂટિંગ માટે મીરા રોડ ફિલ્મ સ્ટુડિયો જઈ રહી હતી. કાશીમીરા જતા રસ્તામાં બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ બસે પાછળથી ઉર્વશીની કારને ટક્કર મારી. જોકે ઉર્વશી અને તેનો સ્ટાફ આ અકસ્માતમાંથી બચી ગયો હતો. 'બિગ બોસ' સિઝન 6ની વિનર ઉર્વશી ધોળકિયાએ સ્કૂલ બસ હોવાના કારણે ડ્રાઈવર વિરુદ્ધ કોઈ કેસ કર્યો નથી. તેણે તેને માત્ર એક અકસ્માત ગણાવ્યો હચો. જો કે કાશીમીરા પોલીસે અભિનેત્રીના ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Sidharth Kiara Wedding: આવો મસ્ત છે સૂર્યગઢ પેલેસ, જ્યાં સિદ્ધાર્થ-કિયારા પ્રભુતામાં પગલાં પાડશે
અભિનયની દુનિયામાં પ્રવેશ: ઉર્વશીએ 6 વર્ષની ઉંમરે ટીવી કોમર્શિયલમાં કામ કર્યું હતું. તેણે આ જાહેરાતથી અભિનયની શરૂઆત કરી. બાળપણમાં તે દૂરદર્શનના ટીવી શો 'શ્રીકાંત'માં રાજલક્ષ્મી તરીકે જોવા મળી હતી. આ પછી તે ટીવી શો 'દેખ ભાઈ દેખ' (1993) અને 'વક્ત કી રફ્તાર'માં જોવા મળી હતી. ઉર્વશી ધોળકિયા લોકપ્રિય ટેલિવિઝન શો કસૌટી ઝિંદગી કીમાં કોમોલિકાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.
આ પણ વાંચો: Gujarati Film Actor Hiten kumar: મારો આવા રોલ જોઈને મારા જ પરિવારના લોકો મારાથી ડરતા હતા
કોમોલિકાનો મેકઅપ અને ડ્રેસિંગ સેન્સ ચર્ચામાં: જોરદાર અભિનયના કારણે ઉર્વશીને ટીવી શો 'કસૌટી જિંદગી કી'માં કોમોલિકાનો રોલ મળ્યો. આ શોમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી, જેમાં તેનો લુક ઘણો આકર્ષક હતો. ઉર્વશીના મેક-અપ અને ડ્રેસિંગ સેન્સની ખૂબ ચર્ચા થઈ હતી. આ પછી ઉર્વશી 'નાગિન' (2015), 'નાગિન-6' (2022) અને 'ચંદ્રકાંતા' (2017-18) જેવા ઘણા શોમાં જોવા મળી હતી. આ સિવાય ઉર્વશી રિયાલિટી શો 'બિગ બોસ'ની વિનર પણ રહી હતી. -6'. છે.