હૈદરાબાદ: વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર એક મહિનો કરવા જઈ રહી છે. આ ફિલ્મ તારીખ 2 જૂનના રોજ રીલિઝ થઈ હતી અને ત્યારથી એક દિવસ સિવાય ફિલ્મે કરોડોની કમાણી કરી છે. આ ફિલ્મ તારીખ 28 જૂને રિલીઝ થયાના 27માં દિવસે ચાલી રહી છે અને 26 દિવસનું કલેક્શન અહીં જાહેર થયું છે.
26માં દિવસની કમાણી: 'જરા હટકે ઝરા બચકેએ 26'માં દિવસે પણ લાખો નહીં પરંતુ કરોડોની કમાણી કરી છે. વિકી-સારાની ફેમિલી ડ્રામા ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'એ 26માં દિવસે બોક્સ ઓફિસ પર શું કરિશ્મા કર્યું અને તેનું કુલ કલેક્શન કેટલું રહ્યું. ચાલો એક નજર કરીએ. એ સ્વીકારવું પડશે કે, જ્યારે એક વ્યક્તિ ખરાબ હોય છે ત્યારે બધો ફાયદો તે વ્યક્તિને જાય છે જે થોડી ખરાબ હોય છે.
બોક્સ ઓફિસનો લાભ: હવે લક્ષ્ણણ ઉતરેકર નિર્દેશિત ફિલ્મ 'જરા હટકે જરા બચકે' સાથે પણ કઈંક આવુ જ થયું છે. જો ફિલ્મ આદિપુરુષે બોક્સ ઓફિસ પર પોતાનો કરિશ્મા બતાવ્યો હોત, તો દર્શકો ઘણા સમય પહેલા જ 'ઝરા હટકે ઝરા બચકે' ભૂલી ગયા હોત. પરંતુ વિકી અને સારા આ બાબતમાં નસીબદાર સાબિત થયા અને તેમની ફિલ્મ 'જરા હટકે ઝરા બચકે'એ શાનદાર કામ કર્યું. બોક્સ ઓફિસ પર ભરપૂર લાભ લીધો છે.
81.07 કરોડનો બિઝનેઝ: માત્ર 40 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 26 દિવસમાં 81.07 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને ફિલ્મે 26માં દિવસે 1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કાર્તિક-કિયારા સ્ટારર ફિલ્મ 'સત્ય પ્રેમ કથા' તારીખ 29મી જૂને રિલીઝ થઈ રહી છે, જેનું પ્લોટ 'જરા હટકે જરા બચકે' જેવું જ છે. 'જરા હટકે ઝરા બચકે' પછી કાર્તિક-કિયારાની જોડી બોક્સ ઓફિસ પર રાજ કરશે.