ETV Bharat / entertainment

IIFA 2022માં Yo Yo હની સિંહે AR રહેમાનના ચરણોમાં કર્યું નમન - સોશિયલ મીડિયા

IIFA એવોર્ડ 2022: સ્ટેજ પર ગાતા, પ્રખ્યાત રેપર યો યો હની સિંહ શોમાં બેઠેલા પીઢ સંગીતકાર AR રહેમાનના ચરણોમાં ગયા (Yo Yo Honey Singh bows down to AR Rahman's feet) અને તેમના આશીર્વાદ લીધા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IIFA 2022માં Yo Yo હની સિંહે AR રહેમાનના ચરણોમાં કર્યું નમન

author img

By

Published : Jun 5, 2022, 10:18 AM IST

હૈદરાબાદ: આ વર્ષે આઇફા એવોર્ડ 2022 (iifa awards 2022) યસ આઇલેન્ડ અબુ ધાબીમાં યોજાઇ રહ્યો છે. આ શો 4 જૂને પૂરો થશે. હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ અહીં ધૂમ મચાવી રહ્યા છે. સલમાન ખાનથી લઈને ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર સુધીના સેલેબ્સ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. પ્રખ્યાત પંજાબી રેપર Yo Yo હની સિંહ (Yo Yo Honey Singh) પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ જોવા મળી જ્યારે સંગીતની દુનિયાના બાદશાહોમાંથી એક હની સિંહ એ. આર. રહેમાનના ચરણોમાં નમી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આ ડાયરેક્ટર સાથે યામી ગૌતમે ગુપચુપ કર્યા હતા લગ્ન , આજે ઉજવી રહ્યા છે ફર્સ્ટ એનિવર્સરી, જુઓ તસવીરો

આઈફા નાઈટને હોસ્ટ કરશે સલમાન ખાન: આઈફા નાઈટની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બધાનું ધ્યાન એક વીડિયોએ ખેંચ્યું છે જેમાં રેપર Yo Yo હની સિંહ (Yo Yo Honey Singh) પરફોર્મન્સ આપતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે, સ્ટેજ પર ગાતી વખતે હની સિંહ સ્ટેજ પરથી નીચે આવે છે અને શોમાં પહેલા રોમાં બેઠેલા સંગીતકાર, ગાયક અને ગીતકાર એ.આર. રહેમાનના ચરણોમાં જઈને તેમના આશીર્વાદ લે છે. હની સિંહ લાંબા સમય સુધી રહેમાનના ચરણોમાં ઝૂકી રહ્યો હતો. તે જ સમયે રહેમાને ભાવુક થઈને હની સિંહને ઉઠાવવાનો પ્રયાસ પણ કર્યો અને પછી જ્યારે રહેમાને હની સિંહ સાથે હાથ મિલાવ્યા તો ગાયકે તેનો હાથ ચુંબન કરીને કપાળ પર લગાવ્યો. આ ઈમોશનલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વર્ષે સલમાન ખાન, રિતેશ દેશમુખ, ફરાહ ખાન, મનીષ પોલ અને અપારશક્તિ ખુરાના આ શોને હોસ્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.