હૈદરાબાદ: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એકબીજાના થઈ ગયા છે. કપલે ગઈકાલે તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લીલા પેલેસમાં પરિવારના સદસ્યો અને ખાસ મહેમાનોની હાજરીમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં મહેમાનોએ હાજરી આપી હતી, પરંતુ સૌની નજર તો દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પર ટકી હતી. પ્રિયંકા ચોપરા પોતાની નાની બહેન પરિણીતી ચોપરાના લગ્નમાં કેમ ન આવી તે અંગેની ચર્ચા ચાલી રહી છે. આ વાતનો ખુલાસો પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કર્યો હતો.
![પરિણીતી-રાઘવના લગ્નમાં શા માટે ન આવી દેશી ગર્લ, મધુ ચોપરાએ કર્યો ખુલાસો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/19599746-_1.png)
પરિણીતીના લગ્નમાં પ્રિયંકા ન આવી જાણો કારણ: મધુ ચોપરાએ પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરીને લઈને શા માટે ન આવી તેનું કારણ જણાવ્યું છે. મધુ ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રિયંકા ચોપરાના લગ્નમાં ન આવવાનું કારણ જણાવતા મધુ ચોપરાએ કહ્યું હતું કે, ''કામ કર રહે હૈ,'' આ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, પરણિતી ચોપરાની સુંદરતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ''વો વેસે હી ખૂબસુરત હૈ, ઔર અચ્છી લગ રહી થી.''
પ્રિયંકા-નિક જોનાસના લગ્નમાં પરિણીતી હાજર રહી હતી: વર્ષ 2018માં જોધપૂરના ઉમેદ ભવનમાં આયોજિત પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં પરિણીતી ચોપરાનો આખો પરિવાર હાજર રહ્યો હતો. પરિણીતી પ્રિયંકાના લગ્નના દરેક તહેવારોમાં જોવા મળી હતી. ઉદયપુરથી મહેમાનો તેમના ઘરે જવા રવાના થઈ રહ્યા છે. હવે ચાહકો જાણવાની રાહ જોઈ રહ્યા છે કે પરિણીતી અને રાઘવ ક્યારે અને ક્યાં હનીમૂન માટે જશે. રાઘવ પરિણીતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ આજે તારીખ 25 સપ્ટેમ્બરે લગ્નનની શાનદાર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર જોઈ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના કલાકારો અભિનંદન પાઠવી રહ્યા છે.
- Parineeti Raghav Wedding: બોલિવુડને રાજકારણ સાથે પ્રેમ થયો, પરિણીતી-રાઘવ સહિત આ સ્ટાર્સે એકબીજાનો હાથ પકડ્યો
- Parineeti and Raghav are Married: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે
- Ragneeti Wedding Pics: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો આવી સામે, સેલેબ્સ ચાહકોએ પાઠવ્યા અભિનંદન