ETV Bharat / entertainment

Ragneeti First Public Appearance: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો - પરિણીતી રાઘવ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા

નવપરણીત દંપતી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સોમવારે લગ્ન પછી પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા. જ્યપુરમાં તૈનાત પેપ્સને આવકારતાં પતિ-પત્ની બંને હસતાં હતાં. આજે પરિણીતી સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી. લગ્નની ઝલક જોઈ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા હતા.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 5:16 PM IST

હૈદરાબાદ: સેલિબ્રિટી કપલ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ દંપતીએ આજે સવારે લગ્નની આકર્ષક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર જોઈ ચાહકો અને ફિલ્મ જગતના કલાકારોએ અભિનંદન પાઠવ્યા હતા. હવે આ કપલનો એક શાનદાન વીડિયો સામે આવ્યો છે, જેમાં રાઘવ-પરિણીતી લગ્ન બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો

પરિણીતી રાઘવ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા: રાઘવ-પરિણીતી સોમવારે જાહેરમાં પતિ-પત્ની તરીકે જોવા મળ્યા હતા. ઉદયપુરમાં લગ્ન કર્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા. આ દંપતી બોટમાંથી ઉતરીને પાપારાઝી સામે આવ્યા હતા. પાપારાઝીને હાથ જોડીને અને સ્મિત સાથે આવકાર આપ્યો હતો. અભિનેત્રી પિંક ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પર જોવા મળી હતી. બીજી તરફ રાઘવ વ્હાઈટ શર્ટમાં જોવા મળ્યા હતા, આ સાથે તેમણે ચશ્મા પહેર્યા હતા.

લગ્નમાં ઉપસ્થિત મહેમાનો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લીલા પેલેસમાં રવિવારે લગ્ન કર્યા હતા. પરિણીતી ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ લગ્નમાં હાજરી આપી હતી. પરિણીતીના લગ્નમાં દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પૂર્વ ટેનિસ ખિલાડી સાનિયા મિર્ઝા પણ પોતાની બહેન સાથે પહોંચી હતી.

પ્રિયંકા ચોપરાએ પાઠવી શુભેચ્છા: હવે ઘણા સમયથી પરણિતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા શા માટે લગ્નમાં ન આવી, જેની ચર્ચા થઈ રહી હતી. ત્યારે પ્રિયંકા ચોપરાએ પણ કોમેન્ટ બોક્સમાં આશીર્વાદ આપતા લખ્યું છે કે, ''હંમેશા મારા આશીર્વાદ.'' પરિણીતી ચોપરાને બોલિવુડની અન્ય અભિનેત્રીએ પણ શુભકામના પાઠવી હતી, જેમાં કેટરીના કેફ, કરીના કપૂર, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ સામેલ છે. આ ઉપરાંત વિકી કૌશલે પણ શુભેચ્છા પાઠવી હતી.

  1. Parineeti Raghav Wishes: અનુષ્કા શર્માથી લઈને કિયારા અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી-રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન
  2. Jawan Box Office Collection: વૈશ્વિક સ્તરે 'જવાન' 1000 કરોડની નજીક, ભારતમાં 66 ટકા ઘટાડો થવાની શક્યતા
  3. mission raniganj Trailer: અક્ષય કુમાર-પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.