ETV Bharat / entertainment

Siddhivinayak Temple: નેશનલ એવોર્ડ જીતનાર કૃતિ સેનને પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા, વીડિયો વાયરલ

બોલિવુડની પર સુંદરી કૃતિ સેનનને ફિલ્મ 'મીમી' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ તેમને મળેલી જીતની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે ખુશી પણ શેર કરી હતી. હાલ કૃતિ સેનન તેમના પરિવાર સાથે મુંબઈના એક સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે છે અને લોકોને પ્રસાદ વહેંચી રહી છે.

નેશનલ એવોર્ડથી સન્માનિત કૃતિ સેનને પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા, વીડિયો વાયરલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 4:31 PM IST

હૈદરાબાદ: તાજેતરમાંં 69મોં નેશનલ ફિલ્મ એવોર્ડ 2021ની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં બોલિવુડની સુંદર અભિનેત્રી કૃતિ સેનને પહેલી વાર નેશનલ એવોર્ડ જીત્યો છે. કૃતિ સેનનને 'મિમી'માં શાનદાર ભૂમિકા ભજવવા બદલ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે. આ એવોર્ડ મળતા જ કૃતિ સેનને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે ખુશીની જાહેરાત કરી હતી.

કૃતિ સેનન સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે: હાલમાં 69માં નેશનલ એવોર્ડ 2021ની જાહેરાત કરવામાં આવી હતી, જેમના નામો સામેલ છે તેમને આવતા સમયમાં રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવશે. કૃતિ સેનન પ્રથમ વખત નેશનલ એવોર્ડ મેળવવા બદલ ખુબ જ ખુશ છે. કૃતિ સેનન તાજેતરમાં પોતાના પરિવાર સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાને પ્રસાદ ચઢાવવા માટે પહોંચી હતી. કૃતિ સેનન યલો કલરના સરારામાં જોવા મળે છે. આ સાથે તેમની બહેન અને અભિનેત્રી નુપુર સેનન પણ સાથે છે. કૃતિ સેનના પરિવારના સદસ્યો પણ તેમની સાથે ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા અને આભાર વ્યક્ત કરવા પહોંચ્યાં હતાં.

જાણો મિમી ફિલ્મ વિશે: તારીખ 26 જુલાઈ 2021ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'મિમી'ને લક્ષ્મણ ઉતરેકરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમણે નિસંતાન દંપતી માટે સરોગેટ માતાની શાનદાર ભૂમિકા ભજવી હતી. 20 કરોડથી પણ ઓછા બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 60 કરોડથી પણ વધુની કમાણી કરી હતી. આ લક્ષ્મણ ઉતરેકરે લખેલી કોમેડી અને ડ્રામા ફિલ્મ છે અને દિનેશ વિઝન દ્વારા નિર્મિત છે. મિમી એ વર્ષ 2011માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ 'માલા આઈ વ્હાયચી'ની રમેક છે.

  1. Muzaffarnagar Incident: મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા
  2. Box Office Collection Day 1: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, મલ્હાર ઠાકર યશ સોનીની જોડી ચમકી
  3. Opening Day Collection: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની શાનદાર કમાણી, જાણો પ્રથમ દિવસનું કલેકશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.