વોશિંગ્ટન DC: લોકપ્રિય શો યુફોરિાયમાં ફેઝકો ઓ'નીલની ભૂમિકા માટે જાણીતા હોલીવુડ અભિનેતા એંગસ ક્લાઉડનું તારીખ 31 જુલાઈએ અવસાન થયું હતું. એંગસ ક્લાઉડે સોમવારે કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં તારીખ 25 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ અભિનેતાના નિધનના સમાચાર મળતા જ ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના ચાહકોએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન ટ્વિટર પર એંગસ ક્લાઉ સ્ટેન્ડ બય મી વીડિયો ગીત પણ જોવા મળે છે.
-
😭
— iamHIM (@satandontknowme) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
RIP Fez
No rational person can dislike Fez pic.twitter.com/hx2hloGD9U
">😭
— iamHIM (@satandontknowme) July 31, 2023
RIP Fez
No rational person can dislike Fez pic.twitter.com/hx2hloGD9U😭
— iamHIM (@satandontknowme) July 31, 2023
RIP Fez
No rational person can dislike Fez pic.twitter.com/hx2hloGD9U
યુફોરિયાની સીઝન 2: ફેઝ અને અન્ય એક મહિલાની ભૂમિકા ભજવી રહેલી લેક્સી યુફોરિયાની સીઝન 2ના 6ઠ્ઠા એપિસોડમાં 'સ્ટેન્ડ બાય મી' ગીત એક સાથે ગાતા જોવા મળે છે. ફેઝ એકદમ શાંત જોવા મળે છે અને તેઓ પોતાના આંસૂ લૂછવાનો પ્રયાસ કર છે. આ દરમિયાન તેઓ કહે છે કે, ''વિચારો કે મારી આંખમાં કઈંક આવ્યું છે.'' ત્યાર પછી ફેઝ લેક્સીનો હાથ પોતાના હાથમાં લે છે અને બન્ને એકસાથે ગીત ગાવનું શરું કરે છે.
ફાયર વિભાગનું નિવેદન: US ખાતે મીડિયા આઉટલેટ વેરાયટી અનુસાર, ઓકલેન્ડ ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ''હજુ સુધી મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.'' ક્લાઉડના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ''આજે ભારે હ્રુદયથી અમારે એક અદભૂત માનવીને અલવિદા કહેવાનું હતું. એક કલાકાર એક મિત્ર, એક પુત્ર તરીકે એંગસ આપણા બધા માટે ખાસ હતો. ગયા અઠવાડિયે તેમના પિતાને દફનાવ્યા હતા. આ સંઘર્ષ બાદ એંગસ હવે તેમના પપ્પા સાથે ફરી જોડાયા છે.''
યુફોરિયાના પ્રવક્તાનું નિવેદન: પરિવારે નિવેદનમાં આગળ જણાવ્યુ કે, ''અમે આશા રાખીએ છીએ કે, વિશ્વ તેમને તેમના રમૂજ હાસ્ય અને દરેક માટેના પ્રેમ માટે યાદ કરશે.'' ટ્વિટર પર ટીમ યુફોરિયાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ''અમને એંગસ ક્લાઉડના અવસાનના સમાચાર જાણીને દુખ થયું છે. તેઓ ખુબ જ પ્રભાવશાળી હતા અને HBO અને યુફોરિયા પરિવારનો પ્રિય ભાગ હતા. અમે આ મુશ્કેલ સમયમાં તેમના મિત્ર અને પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છિએ.''