ETV Bharat / entertainment

Nayanthara: નયનતારાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ, ઉજવણી પર વિગ્નેશે હનીમૂનની તસવીર કરી શેર - નયનતારા લગ્નની વર્ષગાંઠ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સુંદર દંપતી નયનતારા અને વિગ્નેશ શિવન તારીખ 9મી જૂને તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છે. આ ખાસ અવસર પર કપલ અને તેમના જોડિયા બાળકોની સુંદર તસવીરો સામે આવી છે. આ સાથે વિગ્નેસે પત્ની સાથે હનીમૂનની તસવીર પણ શેર કરી છે.

નયનતારાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ, ઉજવણી પર વિગ્નેશે હનીમૂનની તસવીર કરી શેર

author img

By

Published : Jun 9, 2023, 11:04 AM IST

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને હિટ અભિનેત્રીઓમાંની એક નયનતારા તારીખ 9મી જૂને તેના ડિરેક્ટર પતિ વિગ્નેશ સિવાન સાથે પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. ડેટિંગ કર્યા બાદ બંનેએ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિગ્નેશ પત્ની નયનતારાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. વિગ્નેશે પત્ની નયનતારા અને તેના જોડિયા બાળકોની ન જોયેલી સુંદર તસવીરો શેર કરી છે, જેને જોઈને કોઈપણનું દિલ તેમના પર આવી જશે.

પ્રથમ લગ્નની વર્ષગાંઠ: લગ્નની વર્ષગાંઠના અવસર પર વિગ્નેશે પત્ની નયનતારા સાથે તેના હનીમૂનની તસવીરો શેર કરી અને તેને શુભેચ્છા પાઠવી. વિગ્નેશે પત્ની નયનતારા અને તેના જોડિયા બાળકો ઉર અને ઉલાગ સાથેની તસવીરો શેર કરી અને લખ્યું, "આ એક અદ્ભુત ક્ષણોથી ભરેલું વર્ષ રહ્યું, ત્યાં ઉતાર-ચઢાવ હતા. મને જે જોઈતું ન હતું તે મળ્યું. પરંતુ હું મારા પરિવાર માટે ઘરે આવ્યો. બધો જ પ્રેમ, સ્નેહ, આત્મવિશ્વાસ, મારા બાળકો સાથે હંમેશ માટે રહેવા માંગુ છું, મને કુટુંબમાંથી મળેલી શક્તિ અલગ છે. સારા લોકોનો ટેકો મળ્યો. તેમને સારું જીવન આપવાનો પ્રયાસ કર્યો. હું તમને વિનંતી કરું છું કે નકારાત્મક ટિપ્પણીઓ ન કરો.''

હનીમૂનની તસવીરો શેર: સાથે જ પત્ની સાથે હનીમૂનની તસવીરો શેર કરતા વિગ્નેશે લખ્યું છે કે, ''ગઈકાલે તારી સાથે લગ્ન થયાં છે અચાનક મારા મિત્રો મને ટેક્સ્ટ કરી રહ્યા છે કે, 'હેપ્પી ફર્સ્ટ યર મેરેજ એનિવર્સરી.' સાપેક્ષતાનો સિદ્ધાંત સાચો છે. બસ બધા પ્રેમ અને આશીર્વાદ સાથે આપણું જીવન શરૂ કરીએ. આપણા જીવનના તમામ સારા લોકોની સંપૂર્ણ ઈચ્છા સાથે અને પરમાત્માના પુષ્કળ આશીર્વાદ સાથે આપણા લગ્નના બીજા વર્ષમાં આપણા જીવનના સૌથી મોટા આશીર્વાદ સાથે.''

  1. Dhoni Production: MS ધોનીની ફિલ્મોમાં એન્ટ્રી, લેટ્સ ગેટ મેરિડનું ટીઝર બહાર પાડવામાં આવ્યું
  2. Parineeti Raghav video viral: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લંડનમાં લગ્નની શોપિંગ કરતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ
  3. Upcoming Web Series: 'બદતમીઝ દિલ' અને નાઇટ મેનેજર 2 જેવી વેબ સિરીઝ જૂનમાં રિલીઝ, તારીખ લખી દો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.