મુંબઈઃ પાવરફુલ એક્ટર વિદ્યુત જામવાલની ફિલ્મ 'IB71'નું ટીઝર તારીખ 15 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિદ્યુત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2022માં શરૂ થયું હતું. ફિલ્મમાં અનુપમ ખેર મહત્વના રોલમાં છે. આ ફિલ્મ વિદ્યુતે પોતે પ્રોડ્યુસ કરી છે. અભિનેતાની આ પહેલી ફિલ્મ છે, જેને તેણે પ્રોડ્યુસ કરી છે. આ એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે, જેને 'ધ ગાઝી એટેક' ફેમ ડિરેક્ટર સંકલ્પ રેડ્ડીએ બનાવી છે.
આ પણ વાંચો: Shaakuntalam Box Office: સામન્થાની ફિલ્મ શાકુંતલમે પ્રથમ દિવસે કરી સારી શરૂઆત, તમામ ભાષાઓમાં 5 કરોડની કમાણી
ફિલ્મ સ્ટોરી: ફિલ્મની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. ફિલ્મમાં વિદ્યુત ડિટેક્ટીવ ઓફિસર બન્યો છે. આ ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત બનાવવામાં આવેલી ફિલ્મ છે. કેવી રીતે ભારતીય ગુપ્તચર પાકિસ્તાનની ગુપ્તચર તંત્રને નષ્ટ કરે છે, તે આ ફિલ્મમાં જોવા મળશે. IB 71નું ટીઝર 47 સેકન્ડનું છે, પરંતુ તે શાનદાર છે. ટીઝરમાં વિદ્યુત અને અનુપમ ખેર એક સિક્રેટ મિશન તૈયાર કરતા જોવા મળે છે. ટીઝરની આગલી ક્ષણમાં વિદ્યુતને પૂછવામાં આવે છે કે, શું પાકિસ્તાન એટલું મૂર્ખ છે કે તે આ મિશનને નિષ્ફળ કરી શકશે નહીં ? જેના જવાબમાં વિદ્યુત કહેતા જોવા મળે છે કે, તેમનું મિશન કોઈપણ સંજોગોમાં સફળ થશે.
આ પણ વાંચો: Sania Gifts Mc Stan: સાનિયા મિર્ઝાએ Mc સ્ટેનને ભેટમાં આપ્યા બુટ, કિંમત જાણી થશે અચરજ
ગોપનિય મિશન: આ ફિલ્મ 12મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ટીઝર રિલીઝ થયાના એક કલાક પહેલા વિદ્યુતે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ શેર કર્યું હતું. આ પોસ્ટર સાથે અભિનેતાએ માહિતી આપી હતી કે, ટોપ સિક્રેટ હવે જાહેર કરવામાં આવ્યું છે. જે ભારતનું સૌથી ગોપનીય મિશન છે, જેણે વર્ષ 1971માં પાકિસ્તાનથી યુદ્ધના મેદાનમાં ભારતને વિજય અપાવ્યો હતો.