ETV Bharat / entertainment

Valentine Day 2023: 'વેલેન્ટાઈન ડે' પર સેલેબ્સ પોતાના પાર્ટનરને આ રિતે પાઠવી રહ્યાં છે શુભેચ્છા, જુઓ અહિં પોસ્ટ - સેલેબ્સ વેલેન્ટાઇન ડે 2023

સિંગલ હોય કે રિલેશનશિપમાં, નવપરણિત હોય કે લગ્ન થયાને ઘણા વર્ષો થઈ ગયા હોય, પરંતુ આજનો દિવસ ખૂબજ ખાસ છે. આ દિવસની ઉજવણી ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સ ધુમધામથી કરી રહ્યાં છે. એટલું જ નહિં તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. તેથી લોકોની નજર પણ આ સેલેબ્સ ઉપર ટકી છે. તો આવો જોઈએ સેલેબ્સે 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી માટે કરેલી પોસ્ટ.

Valentine Day 2023:  'વેલેન્ટાઈન ડે' પર સેલેબ્સ પોતાના પાર્ટનરને આ રિતે પાઠવી રહ્યાં છે શુભેચ્છા, જુઓ અહિં પોસ્ટ

author img

By

Published : Feb 14, 2023, 3:14 PM IST

Updated : Feb 14, 2023, 5:44 PM IST

મુંબઈ: આજનો દિવસ 'વેલેન્ટાઈન ડે' યુગલો માટે અણમોલ દિવસ છે. આ દિવસને યુગલો ઉત્સાહપુર્વક વધાવી રહ્યાં છે. આ સાથે બોલિવૂડના સેલેબ્સ પોતાના પર્ટનર સાથે અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી રહ્યાં છે. જેમાં મલાઈકા અરોરાથી લઈ શિલ્પા શેટ્ટી પોતાના પાર્ટનર જોડ 'વેલેન્ટાઈન ડે' ની ઉજવણી કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસ્વીર પણ શેર કરી રહ્યાં છે. યુગલો અથવા લોકો આ ફિલ્મના સેલેબ્સનું અનુકરણ કરતા હોય છે. તેથી આજના દિવસે પણ ફિલ્મ સેલેબ્સ પર લોકોની નજર હટતી નથી. ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે, ફિલ્મના સેલેબ્સ 'વેલેન્ટાઈન ડે' ની ઉજવણી કઈ રિતે કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Naseeruddin Shah In Nainital: નસીરુદ્દીન શાહ વર્ષો પછી ગયા પોતાની કોલેજમાં, જુની યાદો કરી તાજી

સેલેબ્સ વેલેન્ટાઇન ડે 2023: વેલેન્ટાઇન ડેનો અર્થ ફક્ત યુગલો જ સારી રીતે કહી શકે છે. આ દિવસને ખાસ અને યાદગાર કેવી રીતે બનાવવો, યુગલો તેના માટે અગાઉથી તૈયારી કરી લે છે. બોલિવૂડ અને રોમાન્સ વચ્ચેનો સંબંધ પણ સદીઓ જૂનો છે. યુવાનોમાં પ્રેમની ચિનગારી જગાવવામાં બોલિવૂડની મુખ્ય ભૂમિકા રહી છે. કપલ્સ સેલેબ્સની લવસ્ટોરીમાં પોતાની યાદો જોવાનું શરૂ કરે છે અને જીવનસાથીની શોધ શરૂ કરે છે. આ પછી એક નવી લવ સ્ટોરી શરૂ થાય છે. આજે તારીખ 14મી ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરવામાં આવી રહી છે. સેલેબ્સ તેને પોતાની સ્ટાઈલમાં ખાસ બનાવી રહ્યા છે. જ્યારે ઘણા સિંગલ સેલેબ્સ છે જે આ દિવસને પોતાની રીતે જીવી રહ્યા છે. જુઓ આ તસવીર.

શમા સિકંદર અને જેમ્સ મિલિરોન: બોલ્ડ અભિનેત્રી શમા સિકંદર પણ આ ખાસ અવસર પર રોમેન્ટિક થઈ ગઈ અને પતિ જેમ્સ મિલિરોન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી. શમાએ પોતાના પતિની બાહોમાં ઉભેલી તસવીર શેર કરતા લખ્યું, "આ પ્રેમની મોસમ છે, તો શા માટે ડંખની ઈજા પર તેને વ્યક્ત ન કરું."

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ: બાહુબલીના 'ભલ્લાલદેવ' રાણા દગ્ગુબાતીની પત્ની મિહિકા બજાજે વેલેન્ટાઈન ડેના અવસર પર તેના પતિ સાથેની એક રોમેન્ટિક પોસ્ટ શેર કરતા લખ્યું, "મજબૂત, ક્યૂટ, ફેબ્યુલસ અને સુંદર, જંગલી અને અદ્ભુત, હવે મારી પાસે તેના વખાણ કરવા માટે વધુ શબ્દો નથી. મારા સપનાના જાદુગરને, મને ચીડવનારને, મારા સ્મિતને હેપ્પી વેલેન્ટાઇન ડે.''

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા: બોલિવૂડની ક્યુટ શિલ્પા શેટ્ટીએ વેલેન્ટાઈન ડેના અવસર પર પતિ રાજ કુન્દ્રા સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કપલની કેમેસ્ટ્રી જોતા જ જોવા મળી રહી છે. શિલ્પાએ તેના પતિ સાથેનો એક રોમેન્ટિક વિડીયો શેર કર્યો અને લખ્યું ‘માય વેલેન્ટાઈન’.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર: બોલિવૂડનું સૌથી લોકપ્રિય કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસને ખાસ બનાવવામાં વ્યસ્ત છે. મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન માટે પ્રેમથી ભરપૂર વેલેન્ટાઈન ડેની પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે કેક સાથે રેડ હાર્ટ ઈમોજી ઉમેર્યું છે.

અર્જુન રામપાલ - ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ: બોલિવૂડના હેન્ડસમ અભિનેતાઓમાંના એક અર્જુન રામપાલે તેની પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે એક સુંદર તસવીર શેર કરી અને લખ્યું, 'હેપ્પી વેલેન્ટાઈન ડે ટુ માય વેલેન્ટાઈન'.

આ પણ વાંચો: Valentine Day 2023: ડ્રામા અને રિયાલિટી શો 14મી ફેબ્રુઆરીએ Ott પર થશે રિલીઝ, જુઓ લિસ્ટ

સોનારિકા ભદોરિયા અને વિકાસ પરાસર: સાઉથની અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ પાર્ટનર વિકાસ પરાસરને વેલેન્ટાઈન ડે પર ખૂબ જ રોમેન્ટિક રીતે શુભેચ્છા પાઠવી છે. સુંદર તસવીરોની સાથે અભિનેત્રીએ આ અવસર પર એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, 'ફોરેવર વેલેન્ટાઈન'.

સિંગલ સેલેબ્સ: કાર્તિક આર્યનએ વેલેન્ટાઈન ડેના અવસર પર તેની કો સ્ટાર કૃતિ સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ કપલ તાજમહેલની સામે રોમાન્સ કરતા જોવા મળે છે. અનન્યા પાંડે આ દિવસોમાં સિંગલ છે, પરંતુ અનન્યાએ વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબના ગુલદસ્તાની તસવીર શેર કરી છે અને હવે એવી અટકળો ચાલી રહી છે કે અનન્યાનો મિસ્ટ્રી બોય કોણ છે. આ સિવાય ફિલ્મ 'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહગલ પણ પોતાના ટોમી સાથે વેલેન્ટાઈન ડે સિંગલ સેલિબ્રેટ કરી રહી છે.

આયુષ શર્મા અને અર્પિતા ખાન શર્મા: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને જીજા આયુષ શર્મા પોતપોતાની સ્ટાઈલમાં વેલેન્ટાઈનને ખાસ બનાવી રહ્યા છે. આ અવસર પર અર્પિતાએ પતિ આયુષ સાથેની એક સુંદર તસવીર શેર કરી અને લખ્યું, 'પ્રેમની શરૂઆત લાગણીઓથી થાય છે, પરંતુ તેને જાળવી રાખવાનો આધાર પોતાના પર હોય છે, મેં તેને દરરોજ આગળ લઈ જવાનો વિચાર કર્યો, વેલેન્ટાઈન ડે આયુષ શર્મા'.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ: ફુકરે સ્ટાર્સ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા જેમણે તારીખ 4 ઓક્ટોબર 2022ના રોજ લગ્ન કર્યા હતા. તેઓ લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે. આ શુભ અવસર પર રિચાએ પતિ અલીની યાદમાં એક ફની વીડિયો બનાવ્યો છે. જેમાં તે 'ભલા હૈ બુરા હૈ મેરા પતિ દેવતા હૈ' ગીત પર અભિનય કરી રહી છે.

Last Updated : Feb 14, 2023, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.