હૈદરાબાદ: તારીખ 7 એપ્રિલના રોજ 'પુષ્પાઃ ધ રૂલ'નું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની પહેલી ઝલક રશ્મિકા મંદન્નાના જન્મદિવસ પર સામે આવી હતી. ટીઝરમાં સૌથી મોટો સવાલ એ હતો કે, પુષ્પા ક્યાં છે ? કારણ કે, મેકર્સે આ ટીઝરમાં પુષ્પાની કોઈ ઝલક દેખાડી નથી અને પ્રશ્ન અંગે માહિતી આપતાં તેમણે એ પણ માહિતી આપી હતી કે, આ શોધ તારીખ 7 એપ્રિલે સમાપ્ત થશે. બીજા શબ્દોમાં કહીએ તો, દર્શકોને હવે અલ્લુ અર્જુનના નવા લુકનો જોવાનો ઉત્સાહ ખુબજ વધી ગયો છે.
આ પણ વાંચો: Janhvi Kapoor Photos: જાનવી કપૂરની આ સવીર પર ચોહકોએ પ્રેમનો વરસાદ કર્યો, જુઓ અભિનેત્રીની બોલ્ડ તસવીર
ફિલ્મ સ્ટોરી: અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો પ્રથમ લૂક તેમના જન્મદિવસ પર સામે આવ્યો હતો. આ ગ્રામીણ નાયિકામાં કંઈક નવીનતા છે એ સ્વીકારવું રહ્યું. પરંતુ તે ટીઝરમાં સ્ટોરીની કોઈ ઝલક જોવા મળી નથી. હવે ચંદનની દાણચોરી પર આધારિત આ સ્ટોરીમાં પુષ્પરાજ હીરો બન્યો છે. તેના હાથ દ્વારા નિયંત્રિત એક આખું વર્તુળ બધું બરાબર ચાલી રહ્યું હતું. પુષ્પા ખુબજ ઝડપથી ચંદનના લાકડાના વેચાણમાં આગળ વધે છે, પરંતુ ક્યારેક પોલીસ અધિકારી તેમના માટે ખતરાની નિશાની બની જાય છે. આ એપિસોડમાં પુષ્પા તેની સાથે ડીલ કરવાની સ્ટોરી વણી લેવાંમાં આવી છે.
પુષ્પા 2નું ટિઝર રિલીઝ: પુષ્પાઃ ધ રાઇઝ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી હતી. આ દરમિયાન આ ફિલ્મે લગભગ 375 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચાલો જોઈએ કે, આ ફિલ્મનો આગામી એપિસોડ કેવો રહેશે ? ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ જોવા મળશે.