હૈદરાબાદ: સની દેઓલનો પુત્ર રાજવીર દેઓલ ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી રહ્યો છે. રાજવીર દેઓલ અને પાલોમા સ્ટારર ફિલ્મ 'દોનો'ની રિલીઝ ડેટ નક્કી કરી દીધી છે. ચાહકો 'દોનો' ફિલ્મના રિલીઝ ડેટની રાહ જોઈને બેઠા હતા, હવે અંત આવી ગયો છે. આજે તારીખ 19 ઓગસ્ટના રોજ 'દોનો'ની રિલીઝ ડેટ ફિલ્મ નર્માતાઓએ જાહેર કરી દીધી છે. રાજવીર એ 'ગદર 2' ફિલ્મના અભિનેતા સની દેઓલનો પુત્ર છે, જ્યારે પાલોમા એ પૂનમ ઢિલ્લોનની પુત્રી છે. સની દેઓલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની રિલીઝ ડેટ સાથે પોસ્ટ શેર કરી છે.
દોનો ફિલ્મની રિલીઝ ડેટ આઉટ: રજવીર દેઓલ અને પાલોમા અભિનીત ફિલ્મ 'દોનો'ની રિલીઝ ડેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. શનિવારે ફિલ્મ નિર્માતાઓએ જાહેરાત કરી છે કે, 'દોનો' તારીખ 5 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે. એક લગ્ન સમારોહમાં દેવની ભૂમિકામાં રાજવીર અને દુલ્હનની મિત્ર મેઘના તરીકે પોલોમા જોવા મળશે. દેવ એ દુલ્હનનો મિત્ર છે અને તે મેઘના પ્રત્યે આકર્ષાય છે. શેહરી સ્ટોરી, રોમાંસ અને પ્રેમ સંબંધો પર આધારિત ફિલ્મ છે.
દોનો ફિલ્મનું ટાઈટલ સોન્ગ: નિર્માતઓએ ફિલ્મનું ટાઈટલ સોન્ગ રિલીઝ કર્યું હતું. આ સોન્ગનું લોન્ચિંગ અન્ય કોઈએ નહિં પરંતુ OG રાજશ્રીની જોડી દ્વરા કરવામાં આવ્યું હતું. સલાન ખાન અને ભાગ્ય શ્રીની જોડી 'મૈંને પ્યાર કિયા'માં જોવી મળી હતી. આ ફિલ્મ તારીખ 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક સૂરજ બળજાત્યા છે. સૂરજ બળજાત્યા એ અવનીશના પિતા છે. 'દોનો' ફિલ્મનું નિર્દેશન અવનીશ દ્વારા કરવામાં આવ્યું છે. તારીખ 25 જુલાઈના રોજ 'દોનો' ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર 1.10 મીનિટનું હતું, જેમાં શરુઆતમાં જ દેવ અને મેઘના દરિયા કિનારે બેઠેલા જોવા મળે છે.