મુંબઈઃ પ્રખ્યાત અને વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ના મેકર્સ માટે તારીખ 18 મેનો દિવસ મોટો વિજય દિવસ સાબિત થયો છે. છેલ્લા દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળમાં ફિલ્મના શૂટિંગ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફિલ્મની આખી ટીમ જશ્ન મનાવી રહી છે અને હવે આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં ફરી રીલિઝ થશે.
-
#WATCH | "With folded hands, I would like to tell Mamata Didi to watch this film with us and discuss with us if she finds anything as such. We would like to listen to all her valid criticisms and present our point of view...," says #TheKeralaStory producer Vipul Shah https://t.co/6QlsCHISfW pic.twitter.com/rSVmWo0dQa
— ANI (@ANI) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "With folded hands, I would like to tell Mamata Didi to watch this film with us and discuss with us if she finds anything as such. We would like to listen to all her valid criticisms and present our point of view...," says #TheKeralaStory producer Vipul Shah https://t.co/6QlsCHISfW pic.twitter.com/rSVmWo0dQa
— ANI (@ANI) May 18, 2023#WATCH | "With folded hands, I would like to tell Mamata Didi to watch this film with us and discuss with us if she finds anything as such. We would like to listen to all her valid criticisms and present our point of view...," says #TheKeralaStory producer Vipul Shah https://t.co/6QlsCHISfW pic.twitter.com/rSVmWo0dQa
— ANI (@ANI) May 18, 2023
ફિલ્મ જોવા વિનંતી કરી: નોંધપાત્ર રીતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તારીખ 5 મેના રોજ રિલીઝના ત્રીજા દિવસે તેમના રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી નિર્માતાઓએ રાજ્યમાં ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની અરજી કરી હતી. કોર્ટનો નિર્ણય તરફેણમાં આવ્યા પછી ફિલ્મના નિર્દેશક ફિલ્મ નિર્માતાએ હાથ જોડીને મમતા બેનર્જીને એક વાર ફિલ્મ જોવાની વિનંતી કરી છે.
આ પણ વાંચો:
ફિલ્મ નિર્માતાનું નિવેદન: ફિલ્મ નિર્માતા વિપુલ શાહે એક ઈન્ટરવ્યુમાં વાત કરતા CM મમતાને વિનંતી કરી છે કે, 'હું મમતા દીદીને હાથ જોડીને વિનંતી કરું છું કે, એકવાર આ ફિલ્મ જુઓ, જો તેમને આ ફિલ્મમાં કંઈક ખોટું જણાય તો અમે તેમની યોગ્ય ટીકાને માન આપીશું, તેની ચર્ચા કરીશું. તેમજ તેમના તર્ક પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું, અમે ઈચ્છીએ છિએ કે તેઓ ફિલ્મ જોઈ અને જેથી અમે ટેબલ પર આ ફિલ્મની ચર્ચા કરી શકીએ.
સુપ્રિમ કોર્ટનો નિર્ણય: CM મમતા બેનર્જીને તારીખ 18 મેના રોજ મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે, આ દિવસે સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય સાથે એમ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કાયદાની જળવણી કરવી એ પહેલી ફરજ છે. જો આ પ્રકારની ફિલ્મના સબ્જેક્ટને લઈ વિરોધ કરવામાં આવશે તો તેની ખોટી અસર થશે.' એટલું જ નહિં પરંતુ સુપ્રિમ કોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું હતુંં કે, 'આવનારી ફિલ્મ પર તેની ખોટી અસર થશે અને સ્થિતિ વધુ બગડશેે.'