મુંબઈઃ વર્ષ 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરત પર આધારિત વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે તારીખ 11 માર્ચે 2022 રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ફિલ્મને લઈને દેશમાં ભારે હોબાળો થયો હતો અને આ ચર્ચામાં લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. હવે ફરી આ ફિલ્મ આવતીકાલે એટલે કે તારીખ 19 જાન્યુઆરીના રોજ દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. આ માહિતી ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને ફિલ્મના મુખ્ય અભિનેતા અનુપમ ખેરે આપી છે. આ સંબંધમાં બંનેએ એક-એક ટ્વીટ કરી છે.
-
ANNOUNCEMENT: #TheKashmirFiles is re-releasing on 19th January - The Kashmiri Hindu Genocide Day. This is the first time ever a film is releasing twice in a year. If you missed watching it on BIG SCREEN, book your tickets NOW👇. https://t.co/LP0NKokbaehttps://t.co/J7s03w8P31 pic.twitter.com/TNxhq0L68V
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ANNOUNCEMENT: #TheKashmirFiles is re-releasing on 19th January - The Kashmiri Hindu Genocide Day. This is the first time ever a film is releasing twice in a year. If you missed watching it on BIG SCREEN, book your tickets NOW👇. https://t.co/LP0NKokbaehttps://t.co/J7s03w8P31 pic.twitter.com/TNxhq0L68V
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 18, 2023ANNOUNCEMENT: #TheKashmirFiles is re-releasing on 19th January - The Kashmiri Hindu Genocide Day. This is the first time ever a film is releasing twice in a year. If you missed watching it on BIG SCREEN, book your tickets NOW👇. https://t.co/LP0NKokbaehttps://t.co/J7s03w8P31 pic.twitter.com/TNxhq0L68V
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 18, 2023
આ પણ વાંચો: Pathaan Marketing Strategy: 'પઠાણ'ની રિલીઝ પહેલા જાણો શું છે સ્ટારકાસ્ટ પર આ પ્રતિબંધ
ફિલ્મ થિયેટરોમાં ફરી રીલિઝ થશે: વિવાદાસ્પદ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, ભારત સરકાર દ્વારા વાય સુરક્ષા શ્રેણીમાંથી સુરક્ષિત છે, તેમણે ટ્વીટ કર્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' તારીખ 19 જાન્યુઆરીના રોજ ફરીથી રિલીઝ થઈ રહી છે, જે કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ એક વર્ષમાં ફરીથી રિલીઝ થશે. તે બે વાર રિલીઝ થઈ રહી છે. જો તમે તેને મોટી સ્ક્રીન પર જોવાનું ચૂકી ગયા હો, તો હમણાં જ તમારી ટિકિટ બુક કરો. આ પોસ્ટમાં ડિરેક્ટરે ટિકિટ બુક કરવાની લિંક પણ શેર કરી છે.
-
Probably for the first time a film releases a second time in the same year. Please watch #TheKashmirFiles releasing tomorrow again to pay tribute to #33YearsOfKPEXodus!🙏💔 pic.twitter.com/neXPYxniVx
— Anupam Kher (@AnupamPKher) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Probably for the first time a film releases a second time in the same year. Please watch #TheKashmirFiles releasing tomorrow again to pay tribute to #33YearsOfKPEXodus!🙏💔 pic.twitter.com/neXPYxniVx
— Anupam Kher (@AnupamPKher) January 18, 2023Probably for the first time a film releases a second time in the same year. Please watch #TheKashmirFiles releasing tomorrow again to pay tribute to #33YearsOfKPEXodus!🙏💔 pic.twitter.com/neXPYxniVx
— Anupam Kher (@AnupamPKher) January 18, 2023
કાશ્મીરી પંડિતોને શ્રદ્ધાંજલિ ફિલ્મ: આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પીઢ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે પણ આ સંદર્ભે એક પોસ્ટ શેર કરી છે. અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યું, 'સંભવતઃ પહેલીવાર કોઈ ફિલ્મ એક વર્ષમાં બીજી વખત સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હિજરતના 33 વર્ષ પૂરા થવા પર કાશ્મીરી પંડિતોને શ્રદ્ધાંજલિ, ફિલ્મ અવશ્ય જોવી.'
આ પણ વાંચો: Ambani ji helping me: રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી
કાશ્મીર ફાઇલ્સ વિશે જાણો: માત્ર રૂપિયા 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું વિશ્વભરમાં લાઇફટાઇમ બોક્સ ઓફિસ કલેક્શન ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 340 કરોડ અને રૂપિયા 252 કરોડ રહ્યું છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદ હવે વિવેકે તેમની વધુ 2 ફિલ્મની જાહેરાત કરી છે. વિવેક હવે દિલ્હીના રમખાણો પર આધારિત ફિલ્મ 'ધ દિલ્હી ફાઇલ્સ' અને કોરોના મહામારી પર 'ધ વેક્સીન વોર' બનાવવાની તૈયારી કરી રહ્યો છે.