હૈદરાબાદઃ તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુની (Telugu Superstar Mahesh Babu ) માતા ઘટ્ટમાનેની ઈન્દિરા દેવીનું બિમારીના કારણે નિધન (Mahesh Babu Mother Indira Devi Passes Away ) થયું છે. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અસ્વસ્થ હતી. તેમની હૈદરાબાદની AIG હોસ્પિટલમાં (AIG Hospital) સારવાર ચાલી રહી હતી. તેમને થોડા સમય માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
AIG હોસ્પિટલમાં દાખલ થયા બાદ : જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં AIG હોસ્પિટલમાં દાખલ થયા બાદ મહેશ બાબુ ઘણી વખત તેમને મળવા ગયો હતો. સુપરસ્ટાર કૃષ્ણા ગરુથી અલગ થઈને અને વિજયનિર્મલા સાથે લગ્ન કર્યા પછી મહેશની માતા ઈન્દિરા દેવી એકલા રહેતી હતી. મહેશ અને પરિવારના અન્ય સભ્યો તેની પાસે અવારનવાર આવતા હતા.
નાદુરસ્ત તબિયતના કારણે નિધન: એવું કહેવાય છે કે મહેશ બાબુને તેની માતા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ હતું. તે અવારનવાર તેની ટ્વીટ અને ફોટોઝમાં તેની માતા સાથે જોવા મળતો હતો. તાજેતરમાં જ મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું હતું. હવે તેની માતાનું અવસાન થયું છે.
સવારે 9 વાગ્યે ચાહકોના દર્શન માટે પદ્માલય સ્ટુડિયોમાં: સમગ્ર પરિવારના સભ્યો તેમના ઘરે પહોંચી ગયા છે અને લોકો આ ઘટનાથી દુઃખી છે. મળતી માહિતી મુજબ, મહેશ બાબુની માતા ઘટ્ટમનેની ઈન્દિરા દેવીના પાર્થિવ દેહને આજે સવારે 9 વાગ્યે ચાહકોના દર્શન માટે પદ્માલય સ્ટુડિયોમાં રાખવામાં આવશે અને બાદમાં મહાપ્રસ્થાનમમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.